બહેનના પ્રેમ પ્રકરણ સબંધમાં યુવાન ભાઈનો ભોગ લીધો
મુન્દ્રા: ઝારખડમાં રહેતી મરણજનારની બહેન સાથે આડા સબંધમાં તેની જ ઓરડીની બાજુમાં રહેતો બહેનના પ્રેમી એ જ ભાઈને મોતના ઘાટ ઉતારી દીધો હતો.મુન્દ્રાના શક્તિ નગર પાસે આવેલ લેબર કોલોની ઓરડીમાં રહેતા 22 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.ઝારખડમાં રહેતી બહેન અને તેના પાડોશી સાથે પ્રેમ પ્રકરણના સબંધમાં બંધાયો હતો, ત્યારે બહેનના કહેવાતા એવા પ્રેમી પાડોશી કર્મપાલ રામદાસ ભગતનો મરણ જનાર કર્મા ગોદાઉ ઉરાવની બહેન સાથે આડા સબંધ હોય તેની મુન્દ્રાના નાના કપાયા પાસે આવેલ શક્તિ નગર પાછળ આવેલ લેબર કોલોનીની ઓરડી પાસે જ કર્મા ગોદાઉ મરણજનાર તેની બહેનના કહેવાતા પ્રેમીને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને બહેનના જ પ્રેમીએ ભાઈને મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નિતેશ ગોર -9825842334
રિપોર્ટર: સમીર ગોર મુન્દ્રા – 7567376843