ગાંધીધામ ક્લબની ઈનરવ્હીલ ઈનફિનિટી સંસ્થાની બહેનો દ્વારા BSFના બહાદુર સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ આનંદમય વાતાવરણમાં ઉજવાયો. આ અવસરે સંસ્થાની પ્રમુખ હંસાબેન, ઉપપ્રમુખ કાશ્મિરાબેન, સેક્રેટરી માનસીબેન તથા કમીટીની તમામ બહેનો ઉપસ્થિત રહી. બહેનોએ સૈનિકોના હાથમાં રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને તેમના અડગ શૌર્ય તથા દેશસેવામાંના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો. સૈનિકોએ પણ બહેનોના આ સ્નેહબંધનને હર્ષપૂર્વક સ્વીકારીને તહેવારનો આનંદ વહેંચ્યો. કાર્યક્રમ દરમિયાન અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ જણાવ્યું કે BSFના જવાન સરહદ પર દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે, ત્યારે આ રક્ષાબંધનના પાવન દિવસે તેમને પરિવારના સ્નેહનો અહેસાસ કરાવવો એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. આવા કાર્યક્રમો દ્વારા દેશપ્રેમ, ભાઈ-બહેનના બંધન અને સામાજિક જોડાણની ભાવના વધુ મજબૂત બને છે.
પ્રકાશિત નિતેશ ગોર
અહેવાલ જૈમિનિ ગોર દ્વારા