Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસના બે અધિકારીઓનું વિશિષ્ટ પ્રશંસાપત્ર સાથે સન્માન કરાયું

દિલ્હી ખાતે ફ઼િકી માસક્રેડ 2024 હેઠળ નકલી વેપાર અને દાણચોરી વિરોધી ચળવળ માટે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પશ્ચિમ કચ્છ પોલીસના બે અધિકારીઓનું વિશિષ્ટ પ્રશંસાપત્ર સાથે સન્માન કરાયું….

દેશમાં નકલી વેપાર એટલે કે નકલી નોટો ઘુસાડવાના પ્રયાસ અને દાણચોરી જેવા અપરાધો અટકાવવા માટે અલગ અલગ એજન્સીઓ કાર્યરત છે જેના ભાગરૂપ તારીખ 25 અને 26 ના રોજ ન્યુ દિલ્હી ખાતે ફીકી માસક્રેડ 2024 અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં નકલી નોટો અને દાણચોરીથી લાવવામાં આવેલ ડ્રગ્સ પકડી પાડનાર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના બે અધિકારીઓ SOG, PI, વી.વી. ભોલા તથા LCB, PI, એસ.એન. ચુડાસમાની કામગીરીને ધ્યાનમાં લઇ આ બંને અધિકારીઓનું FICCI દ્વારા પ્રશંસનીય કામગીરી માટે આ સમારોહમાં બંને અધિકારીઓને પ્રસંસાપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ભોલાએ માધાપર વિસ્તારમાંથી રૂપિયા 2.10 કરોડની કિંમતનો નાર્કોટિક્સ ડ્રગ્સ હિરોઇનનો જથ્થો વિશિષ્ટ ઓપરેશન કરીને કબ્જે કર્યો હતો જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમાએ વર્ષ 2023’માં નખત્રાણા વિસ્તારમાંથી નકલી નોટો કબ્જે કરી હતી. આમ બને અધિકારીઓની જાગૃતતાના કારણે આરોપીઓ પકડાયા હતા અને યુવા ધનને બરબાદ કરવાના આરોપીઓના મનસુબા પર પાણી ફરી વળ્યું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ બને અધિકારીઓના નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિશિષ્ટ સન્માન કરવામાં આવતા કચ્છ પોલીસનું પણ ગૌરવ વધાર્યું છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અનલોક-1માં પૂર્વ કચ્છમાંથી 20 લાખના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી એલ.સી.બી. : આરોપીઓ ગેરહાજર

Kutch Kanoon And Crime

ભુજ પોસ્ટ ઓફિસ કૌભાંડમાં પકડાયેલો આરોપી સચિન ઠક્કર લોકઅપમાંથી ફરાર

Kutch Kanoon And Crime

શ્રમજીવીઓએ તંત્રને મદદની અપીલ કરતા અબડાસા વિંઝાણના દાતા પરિવાર વહારે આવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment