આજે લગભગ 9:30 વાગ્યેની આસ પાસ ભુજના હમીરસર તળાવમાં એક અજાણ્યા વ્યક્તિના ડૂબી જવાના બનાવની જાણ ભુજ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભવ હરકતમાં આવ્યો હતો અને હમીરસર તળાવ કિનારે ભુજ ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર શ્રી દિલીપ ચૌહાણની સૂચનાથી રેસ્ક્યુ ટીમ સાથે રેસ્ક્યુ વાહન ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આશરે એક કલાકની સતત સર્ચ ઓપરેશન બાદ ડૂબેલા અજાણ્યા વ્યક્તિને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ તળાવમાં ઝંપલાવેલા વ્યક્તિનો કમ નસીબે જીવ બચાવી શકાયો નોતો. આ સમગ્ર કામગીરીમાં ભુજ ફાયર વિભાગના DCO ઈસ્માઇલભાઈ જત્ત અને પ્રદીપભાઈ ચાવડા સહિત ફાયરમેન અસલમ પટ્ટણી, સોહમ ગોસ્વામી, કમલેશ મતીયા, હિરજીભાઈ ખાભલીયા, સત્યજિતસિંહ ઝાલા, ઋષિ ગોર, કરણ જોશી, ઉજવ ગોસ્વામી તથા ટ્રેની સ્ટાફે સાથે રહ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ અને ડૂબેલા વ્યક્તિની ઓળખ માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અહેવાલ નિતેશ ગોર – 9825842334