ધારાસભ્ય પદયુમનસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો…
અબડાસા તાલુકાના વાયોર ગામમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. વાયોરથી ફુલાય અને કોષા-કેરવાઢ સુધીના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમનો આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. કુલ રૂ. 439.06 લાખના ખર્ચે બનનારા આ માર્ગો માટે ધારાસભ્ય પદયુમનસિંહ જાડેજા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ કલ્પેશભાઈ શંભુલાલ જોષી ઉકીરવાળાએ સંભાળી હતી. શરૂઆતમાં ગોપાલભાઈ ગઢવીએ વિકાસના કામોની જાણકારી આપી હતી. ત્યારબાદ જયદીપસિંહ જાડેજા, અનુભા જાડેજા, કાદરછા બાવા સહિતના અગ્રણીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ધારાસભ્ય પદયુમનસિંહ જાડેજાએ કહ્યું કે, “અબડાસા તાલુકાની 460 ગામોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે. કોઈ પણ ગામના કામ બાકી નહીં રહે. વિવાદ નહીં, ફક્ત વિકાસ જ મુખ્ય ઉદ્દેશ છે.” આ પ્રસંગે હાજર રહેલા ગ્રામજનો અને આગેવાનો દ્વારા વિવિધ સમસ્યાઓ પણ ધારાસભ્ય સામે રજૂ કરવામાં આવી હતી. વાયોર ગ્રામજનોએ ગૌચર જમીન દબાણ, ખેતી, રસ્તાઓ પર થતા દબાણો, પીવાનું પાણી ન મળવી, અલ્ટ્રાટેક કંપની અને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી હેરાનગતિ જેવી સમસ્યાઓ રજૂ કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક જવાબ આપતા પાણી પુરવઠા અધિકારીને ફોન કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, વાયોર-ઉકીર રોડ, ફુલાયથી વાગાપધર રોડ, અને વાડી વિસ્તારના પુલિયા તથા અન્ય રોડ કામો માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ હતી. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે વાયોર PHC’ને CHC’માં બદલવા માટે અને પશુદવાખાનાની મંજુરી માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વયવંદના, ખેડૂત વિમા સહિત અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઠક્કર પ્રકાશ, હરેશભાઈ ઠક્કર, કમલેશભાઈ, કિશોરભાઈ ઠક્કર, કાદરછા બાવા, સાહેબજી જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, નારૂભા જાડેજા, હમીરભાઇ ખત્રી, જુમા કુંભાર, મામધભાઈ લુહાર, પીરઝાદા, સુખદેવસિંહ જાડેજા, વાયોર જુથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા, અકરી મોટીના અનુભા જાડેજા, જયદીપસિંહ જાડેજા, તા. અબડાસા પ્રમુખશ્રી, જયદેવસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે, કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ ગઢવીએ અને આભાર વિધિ યુવા વેપારી અગ્રણી ઠક્કર હરેશભાઈ દેવજીભાઈએ કરી હતી. સમગ્ર વાયોર અને ગરડા પંથક વિસ્તારમાં વિકાસકાર્યોની આ નવી યાત્રા સાથે હર્ષની લાગણી જોવા મળી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
અહેવલા કિશોરસિંહ જીવણજી જાડેજા વાયર