ભુજ ખાતે બરાબર એક વર્ષ અગાઉ એટલે કે 3 જુન 2024 ના રોજ હરીપર રોડ પર આવેલ પોલીસ ક્વાર્ટરના લગભગ આઠથી વધુ ઘરોમાં ચોરીની ઘટના બની હતી જેમાં લાખો રૂપિયા સરસામાન મુદ્દા માલ ચોરાઈ ગયો હતો. આ મામલે જામનગર પોલીસે એક (MP ધાર) ગેંગને પકડી પાડેલ જેની પૂછપરછમાં આ (MP ધાર) ગેંગના સભ્યોએ ભુજ ખાતે પણ પોલીસ ક્વાટરમાં અલગ અલગ આઠ જેટલા મકાનોમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી જેને લઈને પશ્ચિમ કચ્છ પોલીસે આ ચોરી મામલે આરોપીઓનો કબજો મેળવ્યો હતો પરંતુ આશ્ચર્યની બાબતે છે કે એક વર્ષ વીતી ગયો હોવા છતાં પોલીસ પ્રશાસન આ પકડાયેલી ગેંગ પાસેથી એક પણ મુદ્દામાલ રિકવર કરી શકી નથી જેને સદંતર નિષ્ફળતા ગણી શકાય. પોલીસ પ્રશાસન દ્વારા આમ તો અનેક કિસ્સામાં ખાસ કરીને ચોરીની ઘટનાઓમાં આરોપીઓ પકડાતા હોય છે પરંતુ એ આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર ન થતો હોવાથી એ આરોપીઓને સમયાંતરે ન્યાયાલયમાંથી જામીન મળી જતા હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ પકડાયેલ આરોપીઓ પાસેથી મુદ્દા માલ રિકવર ન થયાથી આ આરોપીઓ અદાલતના કઠોળામાં નિર્દોષ પણ છૂટી જતા હોય છે આવા અઠંગ આરોપીઓને સજા અપાવવા માટે તેમના કબજામાંથી મુદ્દા માલ મળી આવવું ખૂબ મહત્વનું હોય છે પરંતુ કોઈ અક્કડ કારણોસર અનેક કિસ્સામાં પોલીસ આરોપીઓ પાસેથી મુદ્દામાલ સત્તાવાર રીતે રિકવર ન કરી શકતી હોવાથી અથવા કરતી હોવાથી અથવા તો બતાવતી ન હોવાથી આવા અઠંંગ અપરાધીઓ આગળ જતા વધુ ખૂંખાર ગુનેગાર પણ બની જતા હોય છે. પોલીસ ક્વાર્ટરમાં બનેલી એ ચોરીની ઘટનામાં જામનગર પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ (MP ધાર) ગેંગના સભ્યોની પૂછપરછમાં ઘણી બધી વિગતો ખુલ્લી હતી એટલું જ નહીં પરંતુ એ ગેંગ પાસેથી જામનગર પોલીસે કેટલોક મુદ્દા માલ પણ રિકવર કરેલો પરંતુ ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ આજ દિવસ સુધી ચોરીની આ ઘટનામાં કોઈ મુદ્દામાલ રિકવર ન કરી શકતા પોલીસ તપાસ સામે ખુદ પોલીસ કર્મચારીઓમાં અને ખાસ કરીને નિવૃત્ત પોલીસ કર્મચારીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે બરાબર એક વર્ષ અગાઉ એટલે કે ત્રીજી જૂન 2024 ના બનેલી આ ઘટનાને આજે એક વર્ષ પૂરું થાય છે ત્યારે આ ઘટનાને લઇ ખુદ પોલીસ કર્મચારીઓ આ ચોરીની સામુહિક ઘટનાને નિષ્ફળતાનો એક વર્ષ પૂર્ણ કહીને અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. હવે સવાલ એ થાય કે ખુદ પોલીસ ક્વાર્ટરમાં થયેલી સામૂહિક ચોરીની ઘટનામાં આરોપીઓ પકડાયા છતાં મુદામાલ રિકવર ન થતો હોય તો આમ જનતા સંબંધીત ચોરીની ઘટનાઓમાં પોલીસ પ્રશાસન શું કરી શકતું હશે આ એક પ્રશ્ન છે.
(નોંધ : જો પોલીસ ધારે તો કોઈ એક ચંપલ પણ ચોરી શકતું નથી, પણ ધારે તો…!! બાકી તો ખુદ પોલીસ કર્મચારીઓ સાથી પોલીસ કર્મચારીઓની કામગીરીથી વાકેફ તો હશેજ..!!)
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334