ડોમ્બીવલી રાજગોર સમાજ દ્વારા રવિવાર, તા. 27/07/2025, ના રોજ ભવ્ય રીતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 21 વર્ષથી નિયમિતપણે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ રાજગોર જ્ઞાતિ માટે ભક્તિ, એકતા અને પરંપરાને ઉજાગર કરતો મહત્વનો અવસર બની રહે છે. આ વર્ષે પણ ડોમ્બીવલી (વેસ્ટ) ખાતે યોજાયેલ લઘુરુદ્ર યજ્ઞમાં સમાજના અનેક જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ભક્તિ ભાવપૂર્વક શિવજીની આરાધનામાં જોડાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન વાતાવરણ શિવ ભક્તિમય બન્યું હતું અને શિવભક્તોનો અનેરો સ્નેહ જોવા મળ્યો હતો. લઘુરુદ્ર પૂજા બાદ તમામ હાજર ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના મુખ્ય દાતા તરીકે ઝવેરબેન માધવજી રાજગોર (ગામ નાગ્રેચા, હાલ ડોમ્બીવલી વેસ્ટ), મીતા પ્રફુલ રાજગોર, જીજ્ઞા જયેશ રાજગોર, અંકિતા સાગર રાજગોર, ધ્રુવીન જયેશ રાજગોર અને દર્શી સાગર રાજગોરના યોગદાનને સ્મરણ કરાયું હતું. આ પ્રસંગ માટે કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા સુંદર રીતે હાથ ધરવામાં આવી હતી. સભાગૃહના દાતા સ્વ. હંસાબેન ઉમાકાંત જેસરેગોર (ડોમ્બીવલી) રહ્યા હતા. જેમની યાદમાં તેમની પુત્રી કરિશ્મા દુર્ગેશગોરે યજ્ઞ સ્થળ પર હાજરી આપી પુણ્યકાર્યમાં યોગદાન આપ્યું હતું. સૂકી પ્રસાદી તથા મહારાજની દક્ષિણા માટે શ્રી દુર્ગેશ ઉમાકાંત જેસરેગોર (ડોમ્બીવલી)એ યોગદાન આપ્યું હતું. તેમજ પૂજા માટે જરૂરી સામગ્રી પ્રિયલ દુર્ગેશ જેસરે ગોર દ્વારા પ્રદાન કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સૌની સહભાગિતાથી યશસ્વી રીતે સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે સમાજમાં ભક્તિભાવ અને સામૂહિકતાનો અહેસાસ વધુ મજબૂત થયો હતો. વિશેષ આગેવાની પ્રમુખશ્રી ડોમ્બીવલી રાજગોર સમાજ અશ્વિનભાઈ વિશનજી પેથાણી, ઉપ-પ્રમુખ ડોમ્બીવલી અરવિંદભાઈ હંસરાજ માકાણી, ઉપ-પ્રમુખ ડોમ્બીવલી જયેશભાઈ ભાઈલાલ માકાણી, ડોમ્બિવલી રાજગોર મહિલા મંડળ પ્રમુખ માલતીબેન સૂર્યકાંત જોષી, ડોમ્બીવલી રાજગોર મહિલા મંડળ ઉપ-પ્રમુખ અંજલીબેન શંકરવાલા સહિતના અનેક સામાજિક આગેવાનોના માર્ગદર્શનમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
પ્રકાશિત નિતેશ ગોર – ભુજ
અહેવાલ જૈમિનિ ગોર