Kutch Kanoon And Crime
GujaratSpecial Story

અંબાજી મહા મેળામાં બનાસકાંઠા પોલીસની સરાહનીય સેવા…

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પાવન યાત્રાધામમાં લાખો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતા હેઠળ શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે સુંદર આયોજન કરાયું છે. આ વખતે તાજેતરમાં જ નિયુક્ત થયેલા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની આગેવાની હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા માઈભક્તોની સેવા કાર્ય પ્રશંસનીય બન્યું છે. ખાસ કરીને અશક્ત અને દિવ્યાંગ માઈભક્તોને દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. થરાદ પોલીસ મથકના ASI વોહજીભાઈ પટેલે ફરજ દરમિયાન એક વયોવૃદ્ધ ભક્તને દિવ્યાંગ સાયકલમાં બેસાડી પોતાના હાથેથી ધક્કો મારી ગર્ભગૃહ સુધી લઈ જઈ દર્શન કરાવ્યા હતા. આ દ્રશ્ય જોઈ હજારો માઈભક્તોએ પોલીસની માનવસેવા ભાવનાને વધાવી હતી. દર વર્ષે યોજાતા આ મહામેળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા કરાતી સેવા, ખાસ કરીને દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તોને દર્શન કરાવવાની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

 અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા – 9824346387

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ 

Related posts

કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી: ૧૮ હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વાસી ગ્રેવી અને ફેટ સ્પ્રેડ સહિતનો મોટો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો…

Kutch Kanoon And Crime

ગાંધીધામના 300 ગરીબ પરિવારોની માંગ વચ્ચે 10 દિવસની ભૂખહડતાલનો અંત… સત્યની આખરે જીત…

Kutch Kanoon And Crime

ચોરાઉ બેટરી સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment