ભુજ ભચાઉ નેશનલ હાઈવે પર આવેલ મોરગર ગામ નજીક હાઇવે પર આવેલ નેશનલ હોટલના માલિક ઉંમર આમદ રાઉમાંની ગઈ રાત્રે જમવા જેવી મામૂલી બાબતે ગ્રાહકો સાથે તકરાર થયા બાદ ઉંમર રાઉમા પર ત્રણ જેટલા ઈસમોએ જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. પોલીસ પ્રવક્તામાંથી મળતી માહિતી પ્રમાણે ગઈ રાત્રે 11:30 ના અરસામાં નરેન્દ્રપુરી ગોસાઈ સહિત ત્રણ યુવાનો આ હોટેલ પર જમવા માટે આવેલા બાદમાં કોઈ બાબતે હોટલના માલિક ઉંમરભાઈ રાઉમા સાથે તકરાર થયા બાદ નરેન્દ્રપુરી ગોસાઈ સહિતના ત્રણેય યુવાનોએ ઉંમરભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઉંમર ભાઈનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નરેન્દ્રપુરી સહિત ત્રણ સામે ગુનો નોંધી પોલીસે નરેન્દ્રપુરી ગોસાઈની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ છે હત્યાની આ ઘટના જમવા જેવી મામૂલી બાબતે થઈ છે કે પછી અન્ય કોઈ કારણ તે અંગેની પોલીસે છાનબીન હાથ ધરી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334