કચ્છના ભુજ તાલુકાના કેરા ગામમાં થયેલા એક ગંભીર ગુનામાં જિલ્લાના સત્ર ન્યાયાલયે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ફરિયાદી દિનેશ રમેશભાઈ સથવારા અને આરોપી તરીકે મંજુલાબેન રમેશભાઈ સથવારા, વર્ષ 2023માં કેરા ગામમાં રહેલી સાસુએ પોતાની વહુ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 307 (ઇરાદાપૂર્વક મોતનો પ્રયાસ) અને GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. A પાર્ટ ગુના નંબર 18/2023 હેઠળ દાખલ થયેલ આ કેસમાં હવે કચ્છ ભુજના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા આરોપી સાસુ રમેશભાઈ સથવારાને 5 વર્ષ અને 1 મહિનાની સાદી કેદ તથા રૂ.1000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં માનકુવા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી શ્રી ડી.આર. ચૌધરી તથા તેમની ટીમે આરોપીને ઝડપી લઇ સંબંધિત પુરાવા એકત્ર કરી સમયસર ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે સરકાર તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી એસ.એ. મહેશ્વરીએ કોર્ટમાં દલીલો રજુ કરી હતી. આ ચુકાદો એવો સંદેશ આપે છે કે કાયદાના માધ્યમથી કોઈને પણ ન્યાય મળવો શક્ય છે અને એવી કોઈ પણ ઘટના બને છે તેની સામે સામે કડક પગલા લેવા કાયદો સજાગ છે. આરોપીની સજા પાછળ રહેલી તપાસ ટીમનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તત્કાલીન તપાસનિશ અધિકારીઓમાં પી.આઈ. શ્રી ડી.આર. ચૌધરી, ASI પ્રેમજીભાઈ ફણેજા, પંકજભાઈ કુશવાહ અને હેડ કોન્સ્ટેબલ રૂપેશભાઈ દેસાઈ, હેમલભાઈ ચૌધરી, જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, કિરણભાઈ સહિતના રહ્યા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334