Kutch Kanoon And Crime
BhujBreaking NewsGujaratKutch

કચ્છમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે આગના બનાવોમાં વધારો : ભુજમાં કારમાં લાગી આગ…

કચ્છમાં ઉનાળાની ઋતુમાં તાપમાન દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. આ કડકડતી ગરમી વચ્ચે જિલ્લામાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ભુજ મિરજાપર હાઇવે પર એક કારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભુજ મિરઝાપર હાઇવે પર આવેલ હ્યુન્ડાઈના શોરૂમ પાસે ઉભેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખૂબ જ ઝડપથી કારને આગે ઝપેટમાં લઈ લીધો હતો અને કાર સળગવા લાગી હતી. આગની ઘટના જોઈ લોકો દોડી આવ્યા અને તરત ફાયર વિભાગને જાણ કરી હતી. ભુજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. તેમ છતાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આગના ચોક્કસ કારણો અંગે હાલ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. શોર્ટસર્કિટના કારણે લાગી હોય તેવી શક્યતા ચકાસાઈ રહી છે, પરંતુ સમગ્ર આગની ઘટના તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ તો ઉનાળાની ગરમીને કારણે વાહનો અને વીજલાઇનમાં આગ લાગવાના બનાવો વધતા જતા હોવાને પગલે ફાયર વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને વાહનચાલકોને આગ ઓલાવવા માટે પૂરતી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

અંજાર ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે જણાના ઘટના સ્થળે મૃત્યું

Kutch Kanoon And Crime

વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ સાથે ઠાકોરજી ના દશઁન કરી ભાવિકો ભાવવિભોર બન્યા

Leave a comment