Kutch Kanoon And Crime
Breaking NewsGandhidhamGujaratKutch

કંડલા એસઈઝેડમાં ફેક્ટરીમાં ભયાનક આગ : યુનિફોર્મ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નુકસાન

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) ના સેક્ટર 2 માં આવેલી કપડાં બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. યુનિફોર્મ અને અન્ય કપડાં બનાવતી આ ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસ ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આગના કારણે ફેક્ટરીમાં મોટું નુક્સાન થયું છે. હાલ કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. કંડલા એસઈઝેડમાં આવેલા અન્ય ઉદ્યોગો અને કર્મચારીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ આગના કાબુ કરવા પ્રયાસો કરી રહી છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના લાકડા વાંઢ ગામે પરિણીત પ્રેમી યુવાનની કરપીણ હત્યા અપરણિત પ્રેમિકાની રહસ્યમય આત્મહત્યા

પિંગલેશ્વર મહાદેવ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળતા છતાં ટ્રસ્ટીઓ, ભાવિકો મૌન કેમ…?

Kutch Kanoon And Crime

28 જુલાઈ ‘વિશ્વ હીપેટાઈટીસ દિવસ’ ઉજવણી કરાઇ

Leave a comment