Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામ જૂની સુંદરપુરીમાં મોડી રાત્રે યુવાનની હત્યાથી ખડભળાટ

ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ 19 વર્ષીય ગોપાલ વેલજીભાઈ મહેશ્વરી પર અમુક શખ્સોએ છરીથી હુમલો કરી નિર્મમ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસ સુત્રો જણાવે છે કે ગોપાલ મહેશ્વરી પર હુમલાખોરોએ છરીના અનેક ઘા મારી હત્યા કરી નાખી હતી જેના કારણે ગોપાલ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. મોદી રાત્રે યુવાનના ગંભીર રીતે ઘવાયેલાં હાલતમાં પડેલા યુવાનને જોઇ આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મળતી વિગતો મુજબ પોલીસ ઘટનાસ્થળે તુરંત દોડી આવી હતી અને યુવાનને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ અસ્પષ્ટ થયું નથી. પોલીસે હત્યારા શખ્સોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફેલાઈ ગયું છે, અને લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર મોથલીયાની પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર

Kutch Kanoon And Crime

કચ્છમાં ઢેલના શિકારના આરોપમાં પકડાયેલા ત્રણ જણાએ અનેકના ઢોલ વગાડી દીધા

Kutch Kanoon And Crime

પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલી ચોરીનો આંક ૩.૪૨ લાખ

Leave a comment