ભુજના સુમરા ડેલી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા સંભવત ભૂંડ જેવા પ્રાણીઓના શિકાર માટે રાખવામાં આવતા વિસ્ફોટક (લાડુ) એક શ્વાન પરિવારના ગલૂડિયાં રમતા હતા ત્યારે તેની માતા શ્વાન આવી ગઈ હતી અને ખવાનો લાડુ સમજી તેણે ગલૂડિયાના મોઢામાંથી ઝૂંટવી ખાવાનું સમજીને મોઢામાં લેતા ધડાકા સાથે એ વિસ્ફોટક પદાર્થ શ્વાનના જબડાના ફુરચા ઉડી ગયા હતા. અને એ નિર્દોષ શ્વાન તડપી તડપીને મોતને ભેટી હતી. સુમરા ડેલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવેલા આ વિસ્ફોટક પદાર્થ રમતા રમતા કોઈ બાળકના હાથમાં આવી ગયું હોય અને આ રીતે ફાટે તો શું હાલત થાય અને કોને જવાબદાર ગણવા આ એક યક્ષ સવાલ સાથે અબોલા જીવના દર્દનાક મૃત્યુનો ગુન્હો દાખલ કરવો જોઈયે. આવા બે જવાબદારી ભર્યા કૃરતાને લઈ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે આક્રોશ ઉભો થયો છે પોલીસે અને સંબંધીત તંત્રોએ આ અંગે ગુનો નોંધી આ વિસ્તારમાં CCTV ફૂટેજ મેળવી આ કૃત્ય કોણે આચર્યું છે કોણ બે જવાબદારી ભર્યું કામ કર્યું છે. અહી આ કોણ ફેંકી ગયું છે. તેની તપાસ કરી કાયદેસર પગલાં લેવા જોઈએ. જોકે આ ઘટના બાદ જીવ બચાવવા તરફડિયા મારતા ઇજાગ્રસ્ત કૂતરાને કેટલાક જીવદયા પ્રેમીઓ માધાપર ખાતે કાર્યરત જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને સંસ્થા પાસે સારવાર માટે લઈ ગયા હતા પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્વાનનું મોત થયું હતું.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334