Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeKutch

કોટડામાં સોની વેપારી પાસેથી લૂંટ કરનારા બે આરોપીઓ પકડાયા…

 

 

કોટડા જડોદર ગામમાં સોની વેપારી પર હુમલો કરીને લૂટને અંજામ આપી ફરાર થઈ ગયેલ આરોપીઓ પૈકી બે આરોપી લોરીયા નજીકથી સ્વિફ્ટ કાર અને મહત્તમ મુદ્દા માલ સાથે ઝડપાયા…

મુખ્ય સૂત્રધાર અબડાસાના મામદ સિદ્ધિક હિંગોરજાને પકડી પાડવા કવાયત હાથ ધરાઇ…

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે તાજેતરમાં નિલેશ સોની નીલકંઠ જવેલર્સ નામની પેઢી ધરાવતા સોના ચાંદીના વેપારી પર છરી વડે ગંભીર હુમલો કરી રૂપિયા 30.70 લાખના સોના ચાંદીના મુદ્દામાલની લૂંટને અંજામ આપી ફરાર થઈ જનાર આરોપીઓ આખરે પોલીસ પકડમાં આવી ગયા છે. પોલીસે આ ચકચારી લૂંટ પ્રકરણમાં બે આરોપીઓને લોરીયા નજીક સ્વિફ્ટ કારમાં મહત્તમ મુદ્દા માલ સાથે પકડી પાડ્યા બાદ વધુ એક અબડાસાના શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ છે. Dysp ક્રિશ્ચિયનએ વિગતો આપતા જણાવ્યું હતું કે કોટડા જડોદર ગામે થયેલી લૂંટ મામલે તપાસ દરમિયાન હ્યુમન રાઈટ અને ટેકનિકલ સર્વિલન્સના આધારે આ લૂંટમાં ભુજ તાલુકાના પરંતુ ભુજમાં જ પડ્યા પાથર્યા રહેતા બે આરોપી મુસ્તાક પચાણ સમા અને નાલે મીઠા સમા નામના બે આરોપીઓ કારમાંથી મળી આવ્યા બાદ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી મહત્તમ મુદ્દામાલ તેમના કબજામાંથી મળી આવ્યો હતો. આ બંને આરોપીઓની ધરપકડ કરી મુદામાલ અને સીફ્ટ કાર કબજે કરી પ્રાથમિક પૂછપરછમાં વધુ એક મામદ સિદ્દીક હિંગોરજા નામના અબડાસાના શખ્સનું નામ ખૂલતા તેને પકડી પાડવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ અંગેની માહિતી આપતા પોલીસ અધિકારીશ્રી ક્રિશ્ચિયનએ જણાવ્યું હતું કે, લૂંટની ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તત્કાલીન નાકાબંધી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. નખત્રાણા પોલીસ, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિત ટિમોએ આ કામગીરીમાં જોડાઈ હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

These hormonal agents collaborate to stop pregnancy by inhibiting ovulation, thickening cervical mucous to prevent sperm movement, and also thinning the cellular lining oculax original of the uterus to prevent implantation.

Related posts

વાયોર પોલીસએ અસામાજિક તત્વો સામે કડક પગલા લીધા…

અબડાસાના દરિયા કિનારેથી શંકાસ્પદ બિનવારસુ 10 પેકેટો મળી આવ્યા…

Kutch Kanoon And Crime

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

Leave a comment