માંડવીના વન રક્ષક સહાયક લક્ષ્મણભાઈ વેલાણી અને તેમના સાથી માંડવી ઢુવા રખાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને તે વિસ્તારમાં દુર્ગંધ આવતી હતી તે દુર્ગંધ જે બાજુથી આવતી હતી તે બાજુ તપાસ કરતા આગળ જતા એક બાવળની ઝાડીમાં લટકતી લાશ જોવા મળતા તરત માંડવી પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને પોલીસ સાથે આ વિસ્તારમાં આવી લાશનો કબ્જો લઈ માંડવી પોલીસે લાસને પી.એમ. માટે મોકલાવામાં આવેલ છે અને આગળની તપાસ માંડવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ : સુનિલ મોતા માંડવી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334