Kutch Kanoon And Crime
Special Story

એક સૌથી વ્યસ્ત વ્યક્તિ “પત્રકાર” હાલના સમયને ધ્યાને સરકારની સુચનાનું અને પરિવારની સુચનાનું પાલન કરે

સીનીયર પત્રકાર કાંતિ ગોર સાથે ખાસ મુલાકાત જાણો એમની કલમે…

હાલ છેલ્લા દોઢ મહિનાથી પત્રકારિતાને લગતી કલમને સાઈડમાં રાખી દીધી છે એટલે કે સતત છેલ્લા 35 વર્ષથી વ્યસ્ત જિંદગીમાંથી હાલ પરિવાર માટે પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો છે ત્યારે “પત્રકાર” સતત 24 કલાક પરિવાર સાથે સમય વિતાવી પરિવારની અંદરની મુશ્કેલીઓને જાણવાનો પ્રયાસ કરું છું 35 વર્ષથી “પત્રકાર” લખ લખ કરતા કરતા થાકી ગયો હતો અને સમયની રાહ જોયા કરતો હતો પરંતુ સમય નહોતો મળતો એટલે કે એક એવા સ્વપ્નમાં હતો કે મારી “પત્રકાર” પાસે સમય નથી, કુદરતે હવે પુષ્કળ સમય આપ્યો છે પરિવાર સાથે વિતાવવાનું તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યો છે મિત્રો વર્તમાન સમયમાં ચોક્કસ પણે શીખવા મળ્યું છે કે સમય હોય છે પરંતુ આપણે એવા સ્વપ્નમાં હોઈએ છીએ કે દુનિયાનો હું જ “પત્રકાર” એકમાત્ર એવો વ્યક્તિ છું જે વ્યસ્ત વ્યક્તિ છું પરંતુ એવું નથી સમય સમયનું કામ કરે છે અત્યારે જે સમય મળ્યો છે તેનો આપણે સદુપયોગ કરવાનો છે સરકારના દિશા નિર્દેશને પ્રજા સુધી પહોંચાડવા સાથે વીતેલા સમયને યાદ કરવાનું છે આપણે શું હતા અને હવે શું છીએ જે સ્ટેજ પર છીએ ત્યાં સુધી પહોંચવા આપણે કેવા સમયને જોયું છે તેને યાદ કરવાનું સાથે આપણાથી જે ક્ષતિઓ થઈ ગઈ વીતેલા સમયમાં તેને સુધારવાનો આ સમયે છે સાથે આપણા હિતેચ્છુઓનો આભાર માનવાનો આ સમય છે મિત્રો પરિવાર સાથે પરિવારની વચ્ચે રહેવાનો આ એક અદભુત અવસર મળ્યો છે ત્યારે સમયનો આપણે સદુપયોગ કરી સાથે વર્તમાન સમય જે આ કપરી પરિસ્થિતિ આવી છે તેનાથી આપણે સૌ એકબીજાને બચાવીએ સાથે સાથે સરકાર શ્રી દ્વારા જે દીસા નિર્દેશ અપાએલ છે તેને સમર્થન આપીએ અને પાલન કરીએ.

મો : 9825842334

Related posts

પશ્ચિમ ક્ચ્છ પોલીસે જાહેર કર્યો ચોરનો સ્ક્રેચ ફોટો : નજરે ચડે આ શખ્સ તો L.C.B.ને જાણ કરો

Kutch Kanoon And Crime

કચ્છના કોમી એકતાના પ્રતીક અને માનવતાના મસિહા એવા મુફ્તી એ આઝમ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબની અલવિદા

Kutch Kanoon And Crime

સ્વચ્છ ભારત અભિયાનમાં ભુજના દેશલસર તળાવની સફાઈ કરાઈ

Leave a comment