Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

અંજાર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. રાજીવ અંજારિયા હની ટ્રેપ (ગુદગુદી)નો શિકાર…!!?

તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અંજારના ડોક્ટર રાજીવ અંજારિયા રૂપિયા 50,000 રોકડ ગુમાવ્યા બાદ હની ટ્રેપમાં ફસાયાની આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રહસ્યના તાણા વાણા સાથે ચકચાર મચી ગઈ છે. ડોક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારિયાએ આદિપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમને તારીખ 17 ઓગસ્ટ 2024’ના રોજ એક અજાણ્યા whatsapp નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમાં નર્મદાબેન દિનેશભાઈ વાળંદ નામની કોઈ મહિલાનો નામ અને ફોટો હતો સંબંધિત મહિલાએ આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું છે તમે ફ્રી હો ત્યારે હું તમને કોલ કરું તેમ લખ્યું હતું આ મેસેજનો ડોક્ટર રાજીવે રીપ્લાય ન આપતા નર્મદાબેન નામની મહિલાએ ડોક્ટર અંજારિયાને ફોન કરી ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોવાનો જણાવી બપોરે ત્રણ વાગે રૂબરૂ મળવા માટે આવી હતી. ડોક્ટર અંજારિયાના જણાવ્યા પ્રમાણે સંબંધિત મહિલા નર્મદાબેને પોતે ભક્તિનગર ત્રણમાં રહેતી હોવાનું કહી નોકરીની ખૂબ જરૂરિયાત છે તેવી વિનંતી સાથે અહીં જગ્યા ખાલી થાય તો જાણ કરવા વિનંતી કરી ડોક્ટર રાજીવનો મોબાઇલ નંબર લઈ ત્યાંથી નીકળી ગઈ હતી. બાદમાં ડોક્ટર અંજારિયાને નર્મદાબેન સવાર સાંજ ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ,ના મેસેજ મોકલી પરિચય ગાઢ બનાવ્યો હતો. બાદમાં થોડા સમય પછી ફરીથી નર્મદાબેન ડોક્ટર રાજીવની ઓફિસે ગઈ હતી અને ત્યારબાદ whatsapp કોલ પણ વારંવાર કરતી અને ડોક્ટર રાજીવને પોતાના ઘરે ચા પાણી માટે આવવા બોલાવતી હતી દરમિયાન ગઈ તારીખ 21 સપ્ટેમ્બર 2024,ના રોજ સવારે નર્મદાબેનએ પોતે અંતરજાળ ખાતે રાજ નગરમાં પોતાના માતા પિતાના ઘરે રોકાવા આવી હોવાનું કહી માતા-પિતા પણ તેમને એટલે કે ડોક્ટર રાજીવને મળવા માંગતા હોવાનું જણાવી ડોક્ટર રાજીવને અંતરજાળ જણાવેલા સરનામે ઘરે બોલાવ્યો હતો. ઉચ્ચ શિક્ષિત જ્ઞાતિમાંથી આવતા અને તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજીવ અંજારિયા કંઈ પણ વિચાર્યા વિના નર્મદાબેનના ઘરે પહોંચી ગયા હતા જ્યાં નર્મદાબેન ઘરે એકલી હતી. નર્મદાબેને ડોક્ટર રાજીવને ચા પાણી પીવડાવ્યા બાદ અચાનક પોતાના કપડા કાઢી નાખ્યા હતા. એટલી વારમાં તેંણીનો કથિત પતિ દિનેશ નામનો ઈસમ આવી પહોંચ્યો હતો અને ધમાલ મચાવી દીધી હતી. થોડીવારમાં ડોક્ટર રાજીવને નર્મદાના કથિત પતિએ શર્ટ ઉતારવાનું કહી નર્મદાને તેની બાજુમાં ઉભી રાખી વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી અને કહ્યું હતું કે, તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે તેવું કહી, હું બળાત્કારની ફરિયાદ નોંધાવીશ તેવી ધમકી આપી રૂપિયા 30 લાખ માંગ્યા હતા. બાદમાં ત્રણે જણા ડોક્ટર રાજીવની ઓફિસે આવ્યા બાદ ડોક્ટર રાજીવે 50,000 રોકડ આપી દીધા હતા અને પાંચ-પાંચ લાખના છ ચેક લખી આપ્યા હતા. અપાયેલા ચેક અંગે બુધવાર સુધીમાં નાણાંની વ્યવસ્થા કરવાનું કહી જો નાણાંની વ્યવસ્થા નહીં થાય તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી અપાતા આખરે ડોક્ટર રાજીવ અંજારિયાએ આદિપુર પોલીસ મથકે આરોપી નર્મદાબેન અને તેનો કથી પતિ દિનેશ ઉર્ફે ગુલામ હાજી સામે ગુનો નોંધાવ્યો હતો. આદિપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી ઘટનામાં નોંધાયેલ ગુના સંદર્ભે આદિપુર પોલીસ કાયદેસરની કાર્યવાહી તો કરશે જ, પરંતુ સવાલ એ જરૂર થાય છે કે ઉચ્ચ શિક્ષિત ડોક્ટર રાજીવ અંજારિયા ખુદ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ કોઈ એક અજાણ્યા નંબરથી સંપર્કમાં આવનાર મહિલાની દાનત કેમ સમજી ન શક્યા..!? કે પછી પગ લપસ્યા બાદ આંખ ખુલી છે અને જ્યારે આંખ ખૂલી ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અંજારમાં ચોરે અને ચોંટે ચર્ચાનો વિષય બનનાર આ આખા પ્રકરણમાં લોકમુખે ચર્ચાતી ચર્ચા પ્રમાણે ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ ગુદગુદીનું પરિણામ પણ હોઈ શકે. આપણે માનીએ કે ડોકટર અંજારિયા ફસાઈ ગયા છે પરંતુ શિક્ષિત ડોકટર જેને મોટી જવાબદારી સોંપાઈ હોય તેવા અધિકારી, જો સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ મહિલાના સંપર્કમાં આવી તેના ઘરે (ચા – પાણી – કોફી કે પછી…) ચાલ્યા જાય… ઓહ હો… ચાલો જે થયું તે, હવે આ હની ટ્રેપ કરનારાઓના ચહેરા અને તેના પાછળના ચહેરા બેનકાબ થાય તે જરૂરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સુખપર પાસે ટ્રક અને એક્ટિવા અકસ્માત : એક્ટિવા સવાર દાદી પૌત્રના મૃત્યું…

જૈન આશ્રમ માંડવીના વડીલોને 22/10 રવિવારના મહેરામણની સહેલગાહે લઈ જવાશે

Kutch Kanoon And Crime

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસમાં આરોપી ભરત રાવલને સામખ્યાળી સુધી મૂકવા ગયેલ યુવાન બાઈક સાથે પકડાયો

Kutch Kanoon And Crime

Leave a comment