Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutch

પાંચ લાખની લાંચ લેતા ઝડપાયેલ PI અને કોન્સ્ટેબલના 24’મી સુધી રિમાન્ડ પર

પાંચ લાખની લાંચ લેવાનું ન ભૂલનાર PI અલ્પેશ પટેલ પોતાના એન્ડ્રોઇડ મોબાઈલનો પાસવર્ડ ભૂલી ગયા

ભચાઉ પોલીસ સ્ટેશનના PI અલ્પેશ પટેલ અને કોન્સ્ટેબલ રાઇટર સરતાનભાઇ કાણોલને રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા બાદ કોર્ટમાં રજૂ કરાતા આ બંને આરોપીઓના નામદાર અદાલતે 24 જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસનીશ અધિકારી દ્વારા આ અંગે ગાંધીધામ ખાતે ભાડાના મકાનમાં રહેતા PI અલ્પેશ પટેલના મકાનની તલાસી લેવાઈ હતી જ્યાંથી કાંઈ ખાસ મળ્યું નથી પરંતુ તેમના વતન મોડાસા ખાતે તપાસ હાથ ધરાઇ છે દરમિયાન PI’ ની પૂછપરછમાં તેમનો એન્ડ્રોઇડ મોબાઇલ કબ્જે કરાયો છે પરંતુ એન્ડ્રોઇડ મોબાઈલના પાસવર્ડ PI અલ્પેશ પટેલ ભૂલી ગયા છે તેઓ કહે છે કે ટેન્શનમાં તેમને પાસવર્ડ યાદ નથી પરંતુ પાંચ લાખ રૂપિયાની લાંચ લેવી છે એ તેમને બરાબર યાદ રહ્યું હતું. આમ તેઓ પાસેથી કબ્જે થયેલા મોબાઈલના પાસવર્ડ ન આપી તપાસમાં સહયોગ નથી આપી રહ્યા, એ નોંધનીય અને સૂચક બાબત છે તેઓ કંઈક છુપાવી રહ્યા છે એ હકીકત સાથે તેમના મોબાઈલમાં ખૂબ મોટા રાજ છુપાયેલા હોવાની શક્યતા જોવાય છે જોકે તપાસનીશ અધિકારી દ્વારા આ મોબાઈલના પાસવર્ડ ન મળે તો FSL માં મોકલી તપાસ કરવામાં આવશે. આ ઘટનાએ પોલીસ પ્રશાસનમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પોલિયોગ્રસ્ત દિવ્યાંગ યુવાન સ્વબળે અદાણી પોર્ટમાં કાર્ગોના અવર-જવર ઉપર કોમ્પ્યુટર પર વે-બ્રીજ ઓપરેટર તરીકે સુપેરે ફરજ બજાવી રોજગારી મેળવે છે

Kutch Kanoon And Crime

મોદીજીના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

Kutch Kanoon And Crime

R.R.Cell ભુજની ટીમે બનાસકાંઠામાં સ્વીફ્ટ કારના દરવાજામાં છુપાવેલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

Leave a comment