કચ્છમાં સતત પડી રહેલા વરસાદ અને ખાસ કરીને છેલા પાંચેક દિવસથી એકધારે મુંદ્રા તાલુકામાં પડી રહેલા મુશળધાર વરસાદમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓની નદીઓ, રહેણાંક વિસ્તારો, રોડ રસ્તાઓ, સોસાયટીઓ, વગેરે જગ્યાએ નદી જેવી પરીસ્થિતિ સર્જાઈ હતી. જેમાં ગઈ કાલે રાત્રીના ભાગે મુંદ્રા તાલુકામાં આવેલ લુણી પાસેના ગણેશ મંદિર પાસેની વહેતી નદીના પ્રવાહમાં એક મારુતિ સેલેરિયો કાર તણાઈ હતી જે કાર 50 મીટર અંદર જઈ કોઈ ચીજવસ્તુ સાથે અથડાઈને અટકી ગઈ હતી જે કારમાં બેઠેલા પાંચેક વ્યક્તિ જીવ બચાવવા મદદની ગુહાર લગાવી રહ્યા હતા.
તેવામાં ફરજ પર તૈનાત મુંદ્રા મરીન PSI નિર્મલસિંહ જાડેજા સ્ટાફ સાથે સ્થળ પર આવી જતા દોરડા, ટ્યુબ જેવા સાધનો સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. ધીમે ધીમે જ્યા કાર ફસાઈ હતી ત્યાં ફસાયેલા લોકો ત્યાં જીવના જોખમે પહોંચી ફસાયેલા લોકોને એક પછી એક દોરડા સાથે બાંધી ટ્યુબ સાથે રાખી સલામત રીતે કિનારે લઈ આવ્યા હતા અને ફસાયેલા લોકોનો જીવ બચાવી લીધો હતો. સ્થળ પર પ્રાંત અધિકારી શ્રી ચેતન મિસણ સાહેબ અને ઉભેલા પ્રજાજનોએ પોલીસની કામગીરીની સરાહના કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકતી સાથે પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ફસાયેલા લોકોમાં રમેશભાઈ સુરેશભાઈ ચૌધરી, પ્રજાપતિ નીરજ શૈલેષભાઈ, ભવરસિંઘ શ્રવણસિંઘ રાજપૂત, ઉમેદસિંઘ પ્રહલાદસિંઘ રાજપૂત, ગૌરવસિંઘ કૃપાશંકર શાહી વગેરે પાંચેક લોકોને પોલીસે નદીના પ્રવાહમાંથી બચાવી લીધા હતા.
અહેવાલ – સમીર ગોર મુંદ્રા દ્વારા
પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334