આજ રોજ કોવિદ-૧૯ના વળતા-વારને મધ્ય નજર રાખીને મુન્દ્રામાં આવેલ MICT (DP WORLD) દ્વારા તુર્ક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક ધ્રબ હોસ્પિટલને પોર્ટેબલ વેન્ટીલેટર મશીન ડોનેટ કરવામાં આવ્યું છે અને આગળ ભવિષ્યમાં પણ લોકોની મદદ માટે ટ્રસ્ટ સાથે રહીને હોસ્પિટલની જરૂરિયાત પૂરી પાડવા કોસિશ કરાશે એવું DP WORLD (MICT) માંથી આવેલ પ્લાન્ટ – ઓપ્રેસનના જનરલ મેનેજર શ્રી સચિન ગર્ગ સાહેબ, HSEના જનરલ મેનેજર શ્રી હેસ્ટોન વાઝ સાહેબ, HCના જનરલ મેનેજર શ્રીમતિ નંદિનીબેન ધારવાડકર, ADMINના મેનેજર શ્રી શિવભદ્રસિંહ એસ. જાડેજા સાહેબ, ITના મેનેજર શ્રી નીરજ દવે સાહેબ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું. આ પ્રોગ્રામમાં ધ્રબ ગામના સરપંચ શ્રી અબ્દુલરહેમાન ભાઈ તુર્ક, ઉપ સરપંચ શ્રી અસલમ ભાઈ તુર્ક, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મજીદભાઈ તુર્ક, તુર્ક મેડિકલ ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઈ તુર્ક, યશ એન્ટરપ્રાઈઝના સુલતાનભાઈ તર્ક, નિઝામભાઈ તુર્ક, મનશુરભાઈ તુર્ક, આસીફભાઈ તુર્ક, અબ્દુલ્લાભાઈ તુર્ક હુસેનભાઈ તુર્ક, અબ્દુલરહીમભાઈ તુર્ક, કાદરભાઈ તુર્ક તથા ધ્રબ હોસ્પિટલના ડોક્ટર પ્રકાશભાઈ ગોરફાડ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહીને MICT(DP WORLD)ના સાહેબોનું ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રોગ્રામનું સંચાલન તથા અભાર વિધિ અશરફભાઈ તુર્ક દ્વારા કરવામાં આવી હતી જે સમગ્ર વિગત હોસ્પિટલના મેનેજર અસલમ બી તુર્કની યાદીમાં જણાવાયું હતું.
અહેવાલ – સમીર ગોર મુન્દ્રા બ્યુરો
પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334