Kutch Kanoon And Crime
GujaratIndiaKutch

ડ્રેગન ફ્રૂટની ઓળખ એટલે “કમલમ ફ્રૂટ” કચ્છમાં સોનાની ખેતીનો સફળ પ્રયાસ

શક્તિ વર્ધક અને રોગ પ્રતિકારક ફલ જેનું વિદેશી નામ ડ્રગન ફ્રૂટ છે. જેની ખેતી કચ્છમાં વિપુલ પ્રમાણમાં થાય છે. અને તેનો ઉલ્લેખ હમણા તા.૨૬/૦૭/૨૦૨૦ ના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ મન કી બાતમાં કચ્છમાં આ આયાતી ફલ ડ્રગન ફ્રૂટ ની ખેતી થાય છે. જે ફળની ઉંચી ગુણવતા તથા ઓછી જમીનમાં વધારે ઉત્પાદન થાય છે. માટે કચ્છ ના કિશાનો ને બિરદાવ્યા હતા કચ્છ ના ખેડૂતો તેને કમલમ ફ્રૂટ તરીકે ઓળખે છે. અને દેશ ભરમાં તે ફળની ઓળખ કમલમ ફ્રૂટ થાય માટે આજે કચ્છ કિશાન કમલમ ફ્રૂટ પરિવારના નેજા હેઠળ કચ્છ ના કિશાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમસ્ત દેશમાં આ ફ્રૂટ કમલમ ફ્રૂટ તરીકે ઓળખાય તેવી રજૂઆત કરી હતી. અને સાંસદશ્રી ને નિમંત્રણ આપી આવેદન સુપ્રદ કરી કમલમ ફ્રૂટનું નામ દેશભર માં પ્રખ્યાત થાય માટે સરકારશ્રી પાસે રજૂઆત કરવા સૂચવ્યું હતું. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કિશાનો દ્વારા આપવામાં આવેલ આવેદન ને સ્વીકારતા જણાવ્યુ હતું કે, કમલમ ફ્રૂટ શાંતાવર્ધક અને કમળની જેમ કલર અને નિખાર ધરાવે છે. શક્તિવર્ધક ફ્રૂટ ઘણી બધી શારીરિક નબળાઈઓ, ગંભીર રોગો માં ઉપયોગી ઉતમ ફળ છે. દિવસા દિવસ આ ફ્રૂટની લોક પ્રિયતા વધી રહી છે. આપણા દેશમાં કમલમ, ફ્રૂટ ના ઉત્પાદન માં વધારો થાય અને આ ફળ આપણે નિર્યાત કરી આત્મનિર્ભર ભારત અભિયાન થી પ્રેરિત થઇ આપણા કિશાન ભાઈઓ સ્વદેશી પહેલ કરી છે. તે ખૂબ આવકાર દાયક છે. તેમણે આપેલ આવેદન મુજબ ભારત સરકાર પાસે જરૂરથી રજૂઆત કરીશ. કચ્છ ના કિશાનોની કમલમ ક્રાંતિ ના નિવેદન સમયે આશાપુરા એગ્રો ફ્રૂટ, ભુજ, પિંડોરીયા ફાર્મ આસંબીયા, પટેલ ફાર્મ ધુણઈ, કડિયા ફાર્મ અબડાસા, બાપા દયાળુ ફાર્મ સામત્રા, વિષ્નું ફાર્મ માજીરાઈ – મંજલ, આશાપુરા ફાર્મ & નર્સરી મોટી મઉ, જેઠવા ફાર્મ મુન્દ્રા, શ્રી હરી ફાર્મ કોડાય, પટેલ ફાર્મ કોડાય, વાસુ પુન્ય ફાર્મ ખારૂઆ, કે.ડી. ધોળું ફાર્મ માનકુવા, નેચરલ ફાર્મ ચંદુઆ રખાલ ના પ્રતિનિધિ સહ ઘણા બધા કચ્છ કિશાન “કમલમ ફ્રૂટ” પરિવારના કિશાન ભાઈઓ પ્રેસ કોન્ફરન્સ માં ઉપસ્થિતિ રહ્યા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા વાર્ષિક ટ્રેડ મીટ-2021નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

મુન્દ્રા તાલુકા સાડાઉ ગુંદાળા રોડ પર અકસ્માત એક શખ્સનું મૃત્યુ

Kutch Kanoon And Crime

Leave a comment