(આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા) એક જાગૃત નાગરીકે ફરિયાદ આપી હતી કે મનોજકુમાર કાનજીભાઇ પટેલ, હોદ્દો- આચાર્ય, વર્ગ-૩, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ) , પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા, તેમજ અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ મશરૂભાઇ સોંલકી, હોદ્દો- શિક્ષક કમ કલાર્ક (એડહોક), શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા, અને અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી, હોદ્દો-શાળા સંચાલક, શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા (ગ્રાન્ટેડ), પાંથાવાડા, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠાવાળા આ ત્રણે જણાંએ લાંચની 20 હજાર રૂપિયા માંગણી કરી હતી જે સંદર્ભે જાગૃત નાગરિકના ફરીયાદીના દિકરાને ધોરણ-૧૧ સાયન્સમાં એડમીશન લેવાનુ હોઇ જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારાધોરણ મુજબની નિયત કરેલ ફી રૂપિયા ૩૮૦/- ચાલતી હોઇ તેમ છતા ફરીયાદી પાસે આરોપી નંબર- (૧) મનોજકુમાર કાનજીભાઈ પટેલ આચાર્ય વર્ગ-3 અને (૩) અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી શાળા સંચાલક ધ્વારા રૂા.૨૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જેમા રૂા.૧૦,૦૦૦/- બીજા સત્રમાં તથા રૂા.૧૦,૦૦૦/- હાલમાં આપવાનુ જણાવેલ હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACB’નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદના આધારે લાચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આરોપી મનોજકુમાર કાનજીભાઈ પટેલ આચાર્ય વર્ગ-3’ને હેતુલક્ષી વાતચીત કરી, આરોપી અર્જુનભાઈ ઉર્ફે અરજણભાઈ મશરુભાઈ સોલંકી શિક્ષક કામ ક્લાર્ક (એડહોક)ને આપી દેવાનુ જણાવતા આરોપી અર્જુનભાઈ ઉર્ફે અરજણભાઈ મશરુભાઈ સોલંકી શિક્ષક કામ ક્લાર્ક (એડહોક)એ લાંચના નાણા પંચો રૂબરૂ સ્વિકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા. તેઓની પાસેથી લાંચ સ્વીકારેલ રકમ રૂ.૧૦,૦૦૦/- હસ્તગત કરી ત્રણેય આરોપીઓને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં અધિકારી શ્રી એન.એચ.મોર, પો.ઇન્સ.બનાસકાંઠા, ACB પો.સ્ટેશન પાલનપુર તેમજ સુપરવિઝન અધિકારીશ્રી શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ વાળા રહ્યા હતા.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334