આગામી 7’મી મે,ના ગુજરાતમાં લોકસભા ચૂંટણી અનુસંધાને યોજાનાર મતદાન પૂર્વે કચ્છ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરા દ્વારા કચ્છવાસીઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ મતદાન કરવા માટે કચ્છી ભાષામાં અપીલ કરાઈ હતી. કચ્છ જિલ્લામાં સંભવત પ્રથમ વખત જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ થયો છે જેને કચ્છીઓએ ખૂબ લાગણી સાથે વધાવી લીધો હતો જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરા બિન કચ્છી અને બિન ગુજરાતી છે પરંતુ તેમની ગુજરાતી ભાષા પર ખૂબ સારી પકડ છે પરંતુ કચ્છી ભાષામાં પણ તેઓ ખૂબ સારી રીતે મતદાન માટે અપીલ કરી કચ્છી લોકોના દિલ જીતી લીધા હોય તેવી લાગણી સમગ્ર કચ્છમાં ફેલાઇ છે. શ્રી અરોરાએ સાતમી મે’ના રોજ મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહી પર્વ મનાવવા અપીલ કરી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334