વરસાદી ઋતુમાં ગૌવંશોની વહારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા ચાલુ વરસાદની ઋતુમાં કોઈ પણ જાતની પરવા કર્યાં વિના ગાંધીધામ, આદિપુર આજુબાજુના તમામ વિસ્તારમાં અકસ્માતે મોટા ખાડા, નાલા, મોટી ગટરની ચેમ્બરોમાં પડી જતા કરંટ લાગેલ હોય અને વિયાવા પર આવેલ ગૌ વંશો તથા બીમાર 40 જેટલા ગૌ વંશોનું જીવન બચાવેલ છે છેલ્લા 8 દિવસમાં અમુક ગૌ વંશ અને જાગ્રત થયેલા નંદી મહારાજની ટ્રીટમેન્ટ કરેલ છે વધારે ઇજાગ્રસ્ત ગૌ વંશોને કામધેનુ ગૌ શાળાએ મોકલવામાં આવ્યા હતા. તો અમુક અબોલ જીવોની ટ્રીટમેન્ટ એજ જગ્યા પર કરી દેવામાં આવી હતી અને અમુક ગૌ વંશો અને નંદીમહારાજને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા હતા જેમાં 4 પક્ષીઓને ટ્રીટમેન્ટ માટે કામધેનુ ગૌ શાળા લઈ ગયેલ હતા ચાર સ્વાનોની પણ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.
આ સેવાકીય કાર્યમાં રાજભા નારણભા ઞઢવી, કિરણભાઈ પ્રજાપતિ, નરેશભાઈ રામનાણી, ભાવેશભાઈ ગોસ્વામી, ભરતભાઈ ધવલેશા, કરણભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, સંજયભાઈ દેવીપૂજક(ટાઇગર), હેમુભા ગઢવી, મોહિતભાઈ સોની, કાર્તિકભાઈ કોનર, જયેશભાઇ પ્રજાપતિ, મેહુલભાઇ ગોસ્વામી, ભાવિકભાઈ પઢીયાર, સંજયભાઈ પ્રજાપતિ, નિરજભાઈ અગ્રાવત, રામાભાઈ રબારી, મુકેશભાઈ મકવાણા, પીયૂષભાઈ મકવાણા, રુચિરભાઈ પરમાર, રમેશભાઈ ગોસ્વામી, નરેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ ચૌહાણ, સાગરભાઈ ચદારાણા, દિલીપભાઈ ચૌધરી, કલ્પેશભાઈ જોશી, સંજયભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી, દિનેશભાઇ ચૌધરી, વિશાલભાઈ ચૌધરી, ભરતભાઈ માનપુરા, દીપભાઈ ખારવા, અમરતભાઈ રાણા, દેવાગભાઈ ભાનુશાલી વગેરે આ સેવા કાર્યમાં જોડાયા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334