Kutch Kanoon And Crime
Breaking NewsGujarat

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યા…

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 યાત્રી સવાર હતા…

આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે. અમદાવાદથી લંડન જવા માટે બરાબર 1.38 મિનિટે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનાર બોઈંગ 787 વિમાન માત્ર બે મિનિટના ગાળામાં દુર્ઘટનાગ્રસ્ત બન્યો હતો અને આ વિમાન નજીકમાં તાલીમી તબીબોની હોસ્ટેલના મેસ રૂમની દિવાલ સાથે અથડાઈ અગન ગોળામાં ફેરવાઈ ગયો હતો આ વિમાનમાં સવાર યાત્રિકો પૈકી મોટાભાગના યાત્રિકો મૃત્યુ પામ્યા છે જ્યારે બાકીના અનેક અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. દેશમાં દુર્ઘટનાઓ પૈકી સૌથી હૃદય દ્રાવક આ દુર્ઘટના છે જેમાં અનેક યાત્રિકો મૃત્યુ પામ્યા છે આ યાત્રિકોમાં 169 જેટલા ભારતીય નાગરિકો હતા બાકીના અલગ અલગ દેશોના નાગરિકો પણ પોતાના વતન જવા માટે પરત ફરી ગયા હતા. દુર્ઘટનાની આ ઘટનાએ સૌ કોઈને હચચાવી નાખ્યા છે આ દુર્ઘટના માટે જે કોઈપણ કારણ હોય તેની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવી પડશે. આ દુર્ઘટનાના પગલે દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગ્રહમંત્રી શ્રી અમિત શાહ વગેરે ગુજરાત આવી રહ્યા છે આ સાથે જ આ દુર્ઘટનાના પગલે વિમાન પ્રવાસ ઈચ્છનારાઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે અને ઘટના પણ અત્યંત દુઃખદ છે છેલ્લે મળતા અહેવાલો પ્રમાણે આ ફ્લાઈટમાં મુસાફરી કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયાના અહેવાલ છે. તો અનેક એવા પણ પ્રવાસીઓ હશે તેઓ પોતાના સગા વહાલાઓને મળવા અહીં ભારત આવ્યા હશે અને પરત જતા હશે અથવા વિદેશમાં વસતા સગા સંબંધીઓને મળવા આ ફ્લાઈટમાં સવાર થયા હશે એ તમામના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે ત્યારે આપણે સૌ પણ મૃતકોના પરિવારજનોની સાથે ઊભા રહી એમને આશ્વાસન આપીએ. ભવિષ્યમાં આવી દુર્ઘટના ક્યારે ન બને તે માટે સરકાર શ્રી પણ સતર્ક બને અને ફ્લાઈટ કંપનીઓ સાથે ચર્ચા વિચારણા કરી દુર્ઘટનાનું મૂળ કારણ શોધી કાઢે એ સમયનો તકાજો છે.

Related posts

૧૦ મી ઓક્ટોમ્બર થી દિલ્હી – કંડલા વિમાની સેવા શરૂ થશે : સાંસદશ્રી વિનોદ ચાવડા

Kutch Kanoon And Crime

નલિયા એસટી ડેપોના લોકપ્રિય ડ્રાઇવરની બદલી થતાં ભાવ ભરી વિદાય અપાઇ…

રાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર ક્ચ્છના પ્રેમીનું 17 દિવસની સારવાર બાદ મૃત્યું

Kutch Kanoon And Crime

Leave a comment