Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMandvi

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદ મામલે કચ્છમાં સ્વેચ્છીક રીતે રાજકીય હોદ્દાનું પહેલું બલિદાન…

હોદો છોડતા પહેલા હોદેદારએ કહ્યું સમાજ સૌથી પહેલા : ભુપેન્દ્રસિંહ જાડેજા…

રૂપાલા મામલે માંડવી તાલુકા પંચાયત ભાજપના સદસ્ય ભુપેન્દ્રસિંહ જાડેજાએ તમામ પદો પરથી રાજીનામું આપ્યું…

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન મામલે ચાલી રહેલ વિવાદ વકર્યા બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહેલ વિરોધની વચ્ચે કચ્છ જિલ્લામાં માતાનામઢથી શરૂ કરવામાં આવેલ ધર્મરથ સાથેના વિરોધ સાથે આજે માંડવી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ચૂંટાયેલ સદસ્ય ભુપેન્દ્રસિંહ જાડેજાએ તાલુકા પંચાયત સદસ્ય સહિત ભાજપના પોતાના તમામ પદો પરથી રાજીનામુ ધરી દીધું છે. પ્રથમ પરષોત્તમ રૂપાલા અને બાદમાં આ મામલે સમાધાન ન થતા પાર્ટ-ટુ, ભારતીય જનતા પાર્ટી સામે વિરોધના કોલ સાથે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ થયા બાદ કચ્છ જિલ્લામાં ભુપેન્દ્રસિંહ જાડેજાના રાજીનામાને રાજકીય પંડિતો પ્રથમ રાજકીય બલિદાન ગણી રહ્યા છે આ સાથે જ કચ્છમાં આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ અન્ય ક્ષત્રિય સમાજના કેટલાક પદાધિકારીઓ રાજીનામાં આપે તેવી અટકળો શરૂ થઈ છે. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા સ્પષ્ટ જણાવ્યું હતું કે સમાજ પ્રથમ છે અને એ રીતે પોતે ક્ષાત્ર ધર્મ અને ક્ષત્રિય સમાજ પ્રત્યેની વફાદારી નિભાવી રહ્યા છે. નોંધનીય છે કે અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને ખુલીને અયોગ્ય ગણાવ્યું છે. આગામી દિવસોમાં ક્ષત્રિયના અનેક લોકો જે જે ભાજપ સાથે સંકળાયેલા છે તેઓ હોદાઓ પરથી રાજીનામું આપે તેવા અણસાર મળી રહ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સોશ્યિલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરવા બદલ અંજારના યુવાન સામે F.I.R.

Kutch Kanoon And Crime

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

મુન્દ્રા પોલીસે શંકાસ્પદ ડીઝલ સાથે એક શખ્સને પકડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment