Kutch Kanoon And Crime
Breaking NewsGujaratSpecial Story

આવું થઈ શકે છે…!? શું… પરષોતમ રૂપાલા નામાંકન પત્ર પરત ખેંચી લેશે..!!?

હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે જેના માટે પ્રચાર પણ જોર શોરથી થઈ રહ્યું છે એવામાં કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના એક વિવાદિત ટિપ્પણીના લીધે સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાત ભરના ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે હવે ધીરે ધીરે સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના ઇતિહાસની જાણકારી રાખ્યા વગર એક સામાજિક કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલા દ્વારા એક સમાજને રાજી રાખવા બીજા સમાજ પર કરાયેલી ટિપ્પણી ભારે પડી ગઈ છે. જેના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર શાંતિથી વિરોધ પ્રદર્શન અને પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જોકે રૂપાલા દ્વારા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પણ માફી માંગી જે થયું તે માફ કરો, અને પૂરું કરી દેવા અપીલ કરાય હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા માફીને ન સ્વીકારી રૂપાલાની ટીકીટ રદ જ કરો તેવી માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેના તેમજ 90’થી વધુ ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજી લાખોની સંખ્યામાં એક સાથે, એક સૂરે, રૂપાલાનું વિરોધ કરતા હવે કેન્દ્રમાંથી હલ ચલ શુરૂ થઈ ગઈ છે તેવું સૂત્રો કહી રહ્યા છે. તો પરષોત્તમ રૂપાલા દ્વારા નામાંકન પત્ર પણ ભરી દેવામાં આવ્યું છે જેના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ ઉગ્ર બની ગયું છે પરંતુ હજુ સુધી શાંતિથી વિરોધ કરવામાં આવી રહ્યું છે વધુમાં ક્ષત્રિય સમાજ દ્વારા એવી ચીમકી અપાઈ છે કે જો હવે અગર ફોર્મ પરત ખેંચવાની તારીખ સુધી પરષોત્તમ રૂપાલા ફોર્મ પરત નહિ ખેંચે તો આગામી વિરોધ સીધે સીધું ભાજપ સામે હસે. જેને જોતા હવે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય હોદ્દેદારોમાં હલન અને શુરૂ થઈ છે. સૂત્રોમાંથી તેમજ પરષોત્તમ રૂપાલાના અંગત વર્તુળોમાંથી એવી માહિતી મળી રહી છે કે, જો વિરોધ આમજ રહ્યો તો આવનારા સમયમાં ભાજપને પણ નુકસાન થઈ શકે છે જેથી ભાજપના કેન્દ્રના હોદેદારો દ્વારા ચાણક્ય નીતિ વાપરી પરષોત્તમ રૂપાલા જાતે નામાંકન પત્ર પાછું ખેંચી લે” અને જાતે એવી જાહેરાત કરે કે, મારે હવે ચૂંટણી નથી લડવી, તોજ આંદોલન શાંત થઈ શકે છે અને ભાજપને નુકસાન પણ ન થાય જેના માટે હવે પરષોત્તમ રૂપાલા દ્વારા એવું જાહેર કરવામાં આવી શકે છે કે, હું હવે નામાંકન પત્ર પરત ખેંચું છું તેમજ ચૂંટણી પણ નહિ લડું અને ફરી વખત ક્ષત્રિય સમાજની માફી માંગુ છું, જેના કારણે હવે પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની શાંતવના મેળવી શકે છે અને એની જગ્યાએ ભાજપ બીજા કોઈને ટીકીટ આપી રાજકોટથી ઉમેદવાર બનાવી શકે છે. જેથી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને નુકસાન પણ ન થાય અને ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારાઈ જાય, ભાજપનું પણ માન વધી જાય, બધું શાંત પણ થઈ જાય. જોકે હવે ઉમેદવારી પત્ર ખેંચવાની 22 એપ્રિલ છે એટલે ત્યાં સુધી સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય તેવા સંકેત મળી રહ્યા છે.

(નોંધ – સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે બાકી શું થાય છે તે જોવાનું રહ્યું)

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

આગામી ૨૬’મી જાન્યુઆરીએ દિલ્હી રાજપથ પર પરેડમાં નેવલ NCC કેડેટ કેપ્ટન તરીકે ચેતન ગઢવીની પસંદગી

Kutch Kanoon And Crime

પ્રજા અને પોલિટિક્સ વચ્ચે પીસાઇ રહી છે “પોલીસ”

Kutch Kanoon And Crime

સોશ્યિલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરવા બદલ અંજારના યુવાન સામે F.I.R.

Kutch Kanoon And Crime

Leave a comment