Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

પાલનપુર RTO’ઓ ઓફિસના ઇન્સ્પેક્ટર વર્ગ-૨ વચેટીયા મારફત 11,700/-ની લાચ લેતા ઝડપાયા

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે RTO’ ઇન્સ્પેક્ટર વર્ગ-૨ ના અધિકારી વચેટિયા મારફત ઓટો એડવાઈઝરના કર્મચારી પાસેથી રૂપિયા 11,700/-ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ અંગેની સત્તાવાર રીતે પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર ખાતે વાહન લે-વેચ’નો વ્યવસાય કરતા ઓટો એડવાઈઝર દ્વારા વેચાણ કરવામાં આવેલ વાહનોના માલિકોના નામ ફેરબદલ કરવા અને વાહનો ઉપર બોજો છે કે કેમ તે અંગે ‘નોડ્યું’ પ્રમાણપત્ર આપવા RTO ઇન્સ્પેક્ટર અંકિતકુમાર નરેન્દ્રભાઈ પંચાલ પાસે અરજી કરવામાં આવેલ આ અંગે RTO ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલ દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા 11,700/-ની લાંચની માંગણી કરવામાં આવેલ આ લાંચની રકમ ફરિયાદી આપવા ન ઈચ્છતા હોય તેમણે અમદાવાદ ACB ના મદદનીશ નિયામક એ.વી. પટેલનો સંપર્ક કરતા મદદનીશ નિયામકશ્રીએ આ અંગેની તપાસ અમદાવાદ એસીબીના P.I., એસ.એન. બારોટને સોંપ્યા બાદ અમદાવાદ ACB, P.I., શ્રી બારોટ અને ડી.બી. મહેતાએ ટ્રેપ ગોઠવી ફરિયાદીને અદ્રશ્ય પાવડર વાળી નોટોના રૂપમાં 11,700/-આપતા ફરિયાદીએ આ રકમ RTO ઇન્સ્પેક્ટરને આપવા જતા RTO ઇન્સ્પેક્ટર અંકિત કુમારે, આ રકમ તેમના વચેટીયા ભરત જીવાભાઇ પટેલને આપી દેવાનું કહેતા પાલનપુર ગઠામણ દરવાજા પાસે ભરત પટેલ આ રકમ લેવા આવતા ACB ટીમના અધિકારીઓએ ભરત પટેલ અને RTO ઇન્સ્પેક્ટર અંકિત કુમાર પંચાલને ઝડપી લીધા હતા.

આ અંગે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. પાલનપુર RTO ઓફિસના ઇન્સ્પેક્ટર વર્ગ-૨,ના અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયાની ઘટનાએ ચકચાર સર્જરી દીધી છે.

અહેવાલ – આનંદ પરમાર બનાસકાંઠા

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

સ્વચ્છ ભારત અભિયાનમાં ભુજના દેશલસર તળાવની સફાઈ કરાઈ

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

Kutch Kanoon And Crime

થર્ડ ડીગ્રી પૂછતાછથી ટેવાઈ ગયેલ ગોંડલનો ખૂંખાર અપરાધી “ડોંગા” સાગરીતો સાથે પાંચ દિવસના રીમાન્ડ પર

Kutch Kanoon And Crime

Leave a comment