Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

દુર્ગાધામ અમદાવાદના અગ્રણીઓએ કચ્છની મુલાકાત લીધી


ભુજ ખાતે નર નારાયણ નગરમાં શિવ મંદિરે સ્થાનિક બ્રાહ્મણ પરિવારો સાથે મિલન યોજી માહિતી આપી

શ્રી દુર્ગાધામ સંસ્થાન અમદાવાદના અગ્રણીઓએ સહ પરિવાર કચ્છમાં યાત્રા યોજી કચ્છ દર્શન નો લહાવો લીધો હતો અને ભુજ ખાતે નર નારાયણ નગરમાં બ્રાહ્મણ પરિવાર સાથે પરિવાર સંવાદ યોજી અમદાવાદ ખાતે નિર્મિત દુર્ગા ધામ સંસ્થાનની માહિતી આપી હતી અને બ્રાહ્મણ પરિવારને એક થવા અપીલ કરી હતી દુર્ગા ધામ સંસ્થાનના શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સનતભાઈ મહેતા, મુકેશભાઈ જોશી, પંકજભાઈ ત્રિવેદી, ચંદ્રકાંતભાઈ વ્યાસ તથા મહિલા અગ્રણી નીતાબેન સહિત મહિલાઓ પણ આ યાત્રામાં સામેલ થઈ હતી. ભુજ ખાતે શ્રીમતી શિલ્પાબેન ગોર, સરલાબેન ગોર, વિપુલાબેન પંડ્યા, જગદીશભાઈ ગોર શરમાળ. કાંતિભાઈ ગોર, ગુલાબશંકર ગોર, ઉદયભાઇ ગોર. હસમુખભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું ફૂલ આપીને સ્વાગત સન્માન કરાયું હતું આ પ્રસંગે દુર્ગા ધામ સંસ્થાનના અગ્રણીઓ દ્વારા શિલ્પાબેન ગોર, સરલાબેન ગોર, જગદીશ ગોર, કાંતિભાઈ ગોર વગેરેને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સ્થાનિક કાંતિભાઈ ગોરે બ્રાહ્મણોને એકત્રિત થવા અને બ્રહ્મ તત્વને જાળવી રાખવા આવાહન કર્યું હતું. આગામી સમયમાં બ્રાહ્મણોને એક સૂત્ર હેઠળ લાવવા અને તમામને સ્વાવલંબી અને પગભર થવા માટે દુર્ગાધામ સંસ્થાન દ્વારા કરવામાં આવેલ આયોજન અંગે પણ શ્રીમતી નીતાબેને ખુબ સુંદર માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન ગોરે કર્યું હતું જ્યારે આભારવિધિ જગદીશ ગોરે કરી હતી કાર્યક્રમની વ્યવસ્થા સરલાબેન ગોરે સંભાળી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પી.આઇ. દંડાયા : ભાવનગરમાં મોઢે રૂમાલ બાંધી પાટણના પી.આઇ. જુબાની આપવા આવ્યા… કોર્ટે 1 હજારનો દંડ ફટકાર્યો

Kutch Kanoon And Crime

માંડવી : ગોધરા ગામની ખારોડ નદીમાં ગરકાવ થયેલા યુવાનની લાશ મળી આવી…

Kutch Kanoon And Crime

પોલીસની C/teamના અતિથી પદે ઇન્નરવિલ ક્લબ ભૂજ ઓફ ફ્લેમિંગો દ્વારા શિયાળાના વસાણા કોમ્પિટિશન સાથે મહિલાઓમાં કાનૂની જાગૃતિ લાવવા પ્રયાસો કરાયા

Kutch Kanoon And Crime

Leave a comment