અંજારના ખેડોઇ નજીક આવેલી હાઈવે પર હોટેલ મુજફ્ફરપુર પાસે ગઇરાત્રે મુન્દ્રાથી સોયાબીન તેલ ભરીને જતું ટેન્કર ઉભુ રાખી તેમાંથી સોયાબીન તેલની ચોરી કરતા ટેન્કરના ચાલક અને કલીનર સહિત હોટેલના માલિકને પકડી પાડવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશન પી.આઈ એમ.એન રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગત રાત્રિ દરમિયાન ખેડોઇ નજીક હાઇવે પર આવેલ મુજફ્ફરપુર હોટેલ પાસે સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં શંકાસ્પદ ગતિવિધિ નજરે ચડતાં તે જગ્યા તપાસ કરતા તપાસ દરમિયાન સોયાબીન તેલ ભરીને જતા ટેન્કરનું સીલ તોડીને તેમાંથી સોયાબીન કાઢતા ટેન્કરના ચાલક રાજેન્દ્રસિંહ હેતુભા જાડેજા રહેવાસી સણવા તાલુકો રાપર તથા ટેન્કરના ક્લીનર પદ્મારામ જોરારામજી ભીલ રહેવાસી ગુડામાણજી તાલુકો બાડમેર રાજસ્થાન અને મુજફ્ફરપુર હોટેલના માલિક મોહમ્મદઅખ્તર અબ્દુલહમીદ રહેવાસી હોટેલ મુજ્જફુરપુર બિહાર હોટલ ખેડોઈ મૂળ જીટકાહી મધુબન જિલ્લો મુજ્જફુરપુર બિહારવાળા નામના ત્રણ શખ્સોને રૂપિયા 7200/- ની કિંમતના ટેન્કરમાંથી ચોરાયેલા તેલના 6 ડબા સાથે પકડી પાડયા હતા. આ અંગે અંજાર પોલીસે ટેન્કર કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ સાથે ટેન્કર (GJ 12 AZ 5183) અને (GJ 12 BT 1722)માં ભરેલ સોયાબીન તેલ સાથે કિંમત રૂપિયા 94,07200/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કચ્છના મુન્દ્રાથી સામખયારી સુધીના હાઈવે પર આવેલી કેટલીક હોટલોમાં આવા ગોરખધંધા બિન્દાસ ચાલી રહ્યા છે અને મુન્દ્રા, કંડલાથી જતા માલવાહક વાહનોમાંથી અનેક પ્રકારની ચોરીને અંજામ અપાયો છે. આ સફળ કામગીરીમાં અંજાર પી.આઈ., એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે રહ્યો હતો.
અહેવાલ દિનેશ જોગી
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334