Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutchSpecial Story

કચ્છમાં ચકચારી હનીટ્રેપ ગોઠવીને ચાર કરોડની ખંડણી માંગી આહીર યુવાનો જીવ લેનાર ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ

કચ્છ જિલ્લામાં ચકચારી બનેલ દિલીપ આહીર નામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ચાર કરોડની ખંડણી માગી દિલીપ આહીરને આત્મહત્યા કરવા મજબૂર કરાયાની ઘટનામાં હની ટ્રેપનો કિરદાર નિભાવનાર દિવ્યા ચૌહાણના સાથી કર્મચારી અને જે તે વખતે દિવ્યા સાથે ભુજ આવેલ અને બાદમાં હનીટ્રેપનો ભાંડો ફૂટ્યાની જાણ થતા ફરાર થઈ ગયેલ ગીર સોમનાથ વિસ્તારના અજય જગદીશ દેવડીયા (પ્રજાપતિ) નામના આરોપીને પોલીસે આખરે પકડી લીધો છે. અજય પકડાઈ જતા હવે વધુ કેટલાક હનીટ્રેપ પ્રકરણમાં ખુલાસા થવાની શક્યતા જોવાય છે. આ સાથે જ અત્યાર સુધી આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર મનાતી મનીષા ગૌસ્વામી, દિવ્યા ચૌહાણ સહિત સાત આરોપી પકડાઈ ચૂક્યા છે તો આ પ્રકરણમાં સંડોવાયેલ મનાતા અંજારના વ્યવસાય એડવોકેટ કોમલ જેઠવા અને તેના સાથી આશિષ મકવાણા હજુ પોલીસ પકડથી દૂર છે. નોંધનીય છે કે કોમલ જેઠવાએ માંગેલા આગોતરા જામીન ના મંજુર થયા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કોટડામાં સોની વેપારી પાસેથી લૂંટ કરનારા બે આરોપીઓ પકડાયા…

Kutch Kanoon And Crime

ABG સિમેન્ટ કંપની સામે કરોડો રૂપિયા બાકી અંગે આંદોલન છેડાયું…

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી

Kutch Kanoon And Crime

Leave a comment