સમગ્ર કચ્છ સહિત ગાંધીનગર સુધી રાજકીય ખળભળાટ મચાવનાર અને કચ્છમાં હજુ પણ ઠેરઠેર દેખાવ થઈ રહ્યા છે તેવા રાપર ખાતે જાણીતા એડવોકેટ ની થયેલી હત્યા મામલે મુખ્ય સૂત્રધાર મુંબઈ ખાતેથી પકડાઈ ગયા બાદ ભરત રાવલ નામના આ આરોપીને રાપરથી સામખયારી સુધી બાઇકથી પહોંચાડનાર વિરલ પટેલ નામના યુવકને પકડી પાડ્યા બાદ આજે સાંજે ચકચારી આ હત્યા મામલે F.I.R.માં નોંધાયેલા આરોપીઓ પૈકી કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈ પ્રવીણસિંહ સોઢાને ભચાઉ નજીકથી રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે કચ્છ જીલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈની અટકાયત થયાના સમાચાર વાયુવેગે ફેલાતા કચ્છભરમાં સનસનાટી મચી ગઇ છે જોકે સત્તાવાર રીતે તપાસનીસ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઇ નથી પરંતુ પ્રવિણસિંહ સોઢાને ભચાઉ નજીકથી રાઉન્ડ અપ કરાયાનું જાણવા મળે છે
જોકે પ્રવીણસિંહ સોઢાની સત્તાવાર રીતે ધરપકડ કરતા પહેલા તપાસનીસ અધિકારીએ નિયમ પ્રમાણે કોરોના ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી કરવાની રહેશે ત્યારબાદ આરોપીની ધરપકડ કરી શકાશે પરંતુ પ્રવિણસિંહને રાઉન્ડ કરાયાની હકીકત બહાર આવતા કચ્છમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334