ભચાઉ તાલુકાના ચોબારી ગામે માવજી ભુરાભાઈ વરચંદ નામના પ્રૌઢની ગોળી મારીને થયેલી હત્યાના આરોપી પ્રવીણ રાજાણીને નામદાર હાઇકોર્ટ દ્વારા અપાયેલ જામીનના વિરોધમાં દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલ અરજી અનુસંધાને દેશની સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટ દ્વારા આપેલ જામીન રદ કર્યા હતા. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ચોબારી ગામના માવજી વરચંદની દોઢ વર્ષ અગાઉ હત્યા થઈ ગઈ હતી. ગોળી મારીને થયેલી હત્યા મામલે પ્રવીણ રાજાણીની સંડોવણી ખુલ્યા બાદ પ્રવીણની ધરપકડ કરાઈ હતી અને તેને આઠ મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. દરમિયાન પ્રવીણ દ્વારા હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરાયા બાદ ફરિયાદ પક્ષને સાંભળ્યા વિના હાઇકોર્ટમાં આરોપી પ્રવીણના જામીન મંજૂર થયા હતા. આ મામલે ફરિયાદ પક્ષ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા બાદ સાત મહિના સુધી ચાલેલી સુનાવણીના અંતે આખરે આરોપી પ્રવીણ રાજાણીને અપાયેલ જામીન રદ કરતો હુકમ કરીને સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટને ફરીથી જામીન અરજી અંગેનો કેસ ચલાવવા અને આગામી 31’જુલાઈ સુધી વિગતવાર હુકમ કરવા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેશ ફરિયાદ પક્ષ વતી વકીલ શ્રી રિશી માટોલીયા, દિલીપકુમાર જોશી, હેતલકુમાર સોનપાર, વિનોદભાઈ જી. મકવાણા, તેમજ આ કેસની ટ્રાયલ સરકાર તરફે ભચાઉ સેશન્સ કોર્ટમાં એ.પી.પી. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
અહેવાલ – દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334