મે જુકેગા નહિ સાલા… કાયદા સામે આરોપી જુકે પણ અને રૂકે પણ…
કચ્છ જિલ્લામાં ચકચારી એવી હની ટ્રેપ ખંડણી પ્રકરણમાં વધુ બે આરોપી જયંતિ ઠક્કર અને કુશલ ઉર્ફે ઠક્કરની ધરપકડ થયાની સાથે જ નિવેદન માટે શનિવારે મુંબઈથી આવેલ કચ્છ લડાયક મંચના અગ્રણી રમેશ જોષીની બે દિવસ પૂછપરછના અંતે LCBએ પોતાના પત્તા ખોલતા રમેશભાઈ જોશીના હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ હતી અને તાત્કાલિક સ્થાનિકે સારવાર બાદ તેમને બાયપાસ કરાવવાની જરૂરત ઊભી થતા મુંબઈથી એર એમ્બ્યુલન્સ બોલાવીને મુંબઈ રિફર કરાયા હતા. ચકચારી હની ટ્રેપ ખંડણી મામલે છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમા ગરમી અને ઉતાર ચઢાવ વચ્ચે કચ્છ લડાય મંચના અગ્રણી રમેશ જોષીને નોટીસ અપાયા બાદ ગત શનિવારે તેમણે ભુજ ખાતે LCB સમક્ષ હાજરી પુરાવી હતી. કચ્છ આવતા પહેલા કચ્છ લડાયક મંચ દ્વારા આ મામલે સ્થાનિક પ્રચાર માધ્યમોમાં જાહેરખબર રૂપે વિવાદને વધુ ભડકાવાયો હતો અને છેલ્લે તોડી નાખું ફોડી નાખુંના ફુંફાડા સાથે રમેશભાઈ અને તેમના ભાઈ શંભુભાઈ ભુજ પધાર્યા હતા અને LCB સમક્ષ પોતાના પત્તા ખોલ્યા બાદ બીજા દિવસે LCBએ પોતાના પત્તા ખોલતાં જ રમેશભાઈની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. હવે તેમને બાયપાસ સર્જરી માટે મુંબઈ લઈ જવાયા છે પરંતુ LCB PI દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ પ્રકરણમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થતી હોવાથી બંને ભાઈઓની અટક કરવી જ પડશે પરંતુ અત્યારે માનવતાના ધોરણે તેમની તબિયત નાદુરસ્ત હોવાથી મુંબઈ જવા દેવાયા છે અને બંને ભાઈઓ પાસેથી સર્જરી અને સારવાર પૂરી થયા બાદ પરત હાજર થવા ખાતરી લખાવી લેવાઇ છે. ત્યારે હવે આ પ્રકરણમાં આગામી દિવસોમાં રમેશ જોષીને પણ જેલના સળિયા ગણવા પડે તેવી શક્યતા નકારાતી નથી. રમેશ જોષીની તબિયત લથડયાના અને તેમને બાયપાસ સર્જરીની જરૂરિયાત ઊભી થયાના સમાચાર જાણીને કચ્છમાં ફરી એકવાર તરેહ તરેહની ચર્ચા સાથે ચકચાર છે. લોકો રમુજમાં કહી રહ્યા છે કે તોડી નાખું ફોડી નાખુંના કુંફાળા મારનાર રમેશભાઈ જોશી પોલીસના સવાલો સામે કેમ ડરી ગયા કે શું…? તો કેટલાક રમુજમાં સાચું કહેતા કહે છે કે ભાઈ આ પોલીસ છે ધારે તેનો પશીનો છોડાવી શકે સત્તા સામે શાણપણ ન કરાય, આવા અનેક પ્રશ્નો પ્રજામાં થઈ રહ્યા છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334