માંડવી તાલુકાના પીપળી ગામે ગઈકાલે દીપક દેવજીભાઈ સંઘાર નામના રહેવાસીના મકાનમાંથી રૂપિયા 10,000 રોકડ અને 1.55 લાખના દાગીનાની ચોરી થયા બાદ પોલીસે ગણતરીના સમયમાં જાણભેદુ હોવાની શક્યતાને નજર સમક્ષ રાખી તપાસ હાથ ધરતા આરોપી મુદ્દા માલ સાથે પકડાઈ ગયો હતો. પ્રદીપ ઉર્ફે પરેશ હીરાલાલ સંઘાર નામના પકડાયેલા યુવક પાસેથી ચોરીમાં ગયેલ રોકડ સહિત તમામ મુદ્દા માલ પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં કોડાય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.જે.ચૌહાણ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સિંઘલ, વિપુલ પરમાર, મૂળરાજ ગઢવી તથા કોન્સ્ટેબલ સર્વશ્રી ભાવેશ દેસાઈ, પિયુષ ચાવડા સાથે રહ્યા હતા. નોંધનીય છે કે આ ચોરીને અંજામ આપનાર વ્યક્તિ કોઈ જાણ ભેદુ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરાઈ હતી જેમાં ફરિયાદીનો સંબંધી જ ચોર નીકળ્યો હતો.
અહેવાલ સુનીલ મોતા માંડવી
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334