Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutch

કચ્છના નાયબ DDOને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ સાથે સંપર્કમાં અવેલાઓની શોધખોળ

કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી BSFના જવાનો સહિત પ્રતિદિન 5 થી 6 કેસ પોઝિટિવ આવતા દોડ ધામમાં પડી ગયેલ તંત્ર માટે વધુ ચિંતાજનક એક કેસ આજે સામે આવ્યો છે જેમાં કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ અમદાવાદથી પરત આવ્યા બાદ તેમને ખાંસી અને શરદીના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કચ્છનું તંત્ર દોડતું થઇ ગયું છે સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે કચ્છના નાયક જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ અમદાવાદથી ચારેક દિવસ અગાઉ કચ્છ આવ્યા હતા તેમને શરદી અને ખાંસી આવતા કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેના પગલે પ્રજાપતિને સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રને કોરોન્ટાઈન કરવામાં આવ્યા બાદ આ ઉચ્ચ અધિકારીની કામગીરી લોકો સાથે જોડાયેલી હોય તેમના સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે તેની તપાસ હાથ ધરાઇ છે જોકે પ્રજાપતિને શરદી અને ખાંસીના લક્ષણો જણાતા જાતે અનેક લોકોથી દૂર રહ્યા હોય અને સંક્રમણ આગળ વધ્યું હોય તેવી શક્યતા બહુ ઓછી છે પરંતુ પ્રજાપતિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં જરૂર આવી ગયું છે  તો પ્રજાપતિ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી હતી ત્યારે તેમની સાથે કેટલાક કર્મચારી તેમના સંપર્કમાં આવ્યાની શક્યતા છે.

નિટેશ ગોર : 9825842334

Related posts

અપહરણના કેસમાં આરોપી તેમજ ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોઠારા પોલીસ

Kutch Kanoon And Crime

માંડવી તાલુકાના જખણીયા ગામે 31 વર્ષિય આશાસ્પદ યુવતીએ બે સંતાનોને મૂકી આત્મહત્યા કરતા ખળભળાટ

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચ્છ કમિશનરેટ ગાંધીધામ દ્વારા હિન્દી પખવાડિયું ઉજવાયું

Kutch Kanoon And Crime

Leave a comment