શબ્દ એટલે એક નામ, એક સ્થળ, એક દેશ, એક દુનિયા, એક બ્રહ્માંડ, આ બધા ફકત એકજ શબ્દમાં સમાઈ શકે છે. જ્યારે આ શબ્દો એક સાથે મળે છે ત્યારે નિર્માણ થાય છે વેદ, પુરાણ, ગ્રંથ અને મહા કાવ્યનું! બસ આજ શબ્દોની સરિતા થકી કચ્છના કવયિત્રી પૂજા ઉપેન્દ્રકુમાર ગઢવી ‘મંથના’ દ્વારા શબ્દ તનિકા હાઈકુ સંગ્રહની રચના કરવામાં આવી છે. જેનું વિમોચન ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ નિર્મોહી સાહિત્ય સાધના મહેસાણા સંસ્થાના સંસ્થાપક અંકિતભાઈ ચૌધરી ‘શિવ’ અને સહસંસ્થાપક ભારતીબેન ભંડેરી ‘અંશુ’ દ્વારા ઓનલાઇન માધ્યમથી આયોજન કરીને આદરણીય પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હાથે કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન અંકિત ચૌધરી ‘શિવ’ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલ મહેમાનનો શાબ્દિક પરિચય ભારતી ભંડેરી ‘અંશુ’ દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, ગૌતમભાઈ જોશી, વિનોદ માણેક ‘ચાતક’, ડૉ. રમેશભાઈ ભટ્ટ ‘રશ્મિ’ ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆતમાં ડૉ. સંજય પટેલ ‘સ્વયં’ દ્વારા તેમના મધુર સ્વરમાં સરસ્વતી વંદના કરીને કરવામાં આવી હતી. તેમજ પધારેલા મહેમાનો દ્વારા પૂજા ગઢવી ‘મંથના’ ને શુભાશિષ આપવામાં આવ્યા હતા. શબ્દ તનિકા પુસ્તક પ્રકાશિત કરનાર કૌશલભાઈ જોશી નેક્સસ પબ્લિકેશન દ્વારા પણ શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા. પુસ્તક વિમોચન કાર્યક્રમ સાથે નિર્મોહી કાવ્યોત્સવ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુનિતા મહાજન ‘સુનિ’, પીના પટેલ ‘પિન્કી’, દીપક પૂરી ‘દર્દેદિલ’, નિહારિકા અંજારિયા ‘નેહા’, પૂજા ગઢવી ‘મંથના’, ભાવના ચૌહાણ ‘મીરા’, અલ્પા નાથજી ‘ચંદા’, દીપ્તિ ઈનામદાર ‘અમરત’, નયના ઠક્કર ‘પ્યાસી’, નારદી પારેખ ‘નંદી’ દ્વારા સુંદર કવિતાનું પઠન કરવામાં આવ્યું હતું. નિર્મોહી સાહિત્ય સાધના આયોજિત કાર્યક્રમની આભારવિધિ ગીતા પટેલ ‘શક્તિ’ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળતાનો શ્રેય સમગ્ર નિર્મોહી સાહિત્ય સાધના ટીમ અને હાજર રહેલ મહેમાનોને જાય છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334