Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

અંજાર ખાતે મૃત હાલતમાં મળી આવેલ મહિલાની ઓળખ થઈ

અંજાર ખાતે આજે વહેલી સવારે કેજી માણેક સ્કૂલ પાછળ આવેલા મેદાનમાંથી મળી આવેલ એક મહિલાની લાશ પોલીસે કબજે કર્યા પછી સંબંધીત મહિલાની ઓળખ થઈ છે મૃતક મહિલા રેશ્માબેન ભરત ભંભાણી આદિપુરની હોવાનું સ્પષ્ટ થયું છે દરમિયાન મૃતક મહિલાની ગળે ટુંપો આપીને હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે જોકે પોલીસ લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે તો સાથે સાથે સંબંધિત મૃતક મહિલાના સંબંધીઓની પણ પૂછપરછ હાથ ધરાઇ છે આ મામલો આજે રાત્રિ સુધીમાં સ્પષ્ટ થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે જોકે મહિલાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારાયાની આશંકા પ્રબળ છે. ગાંધીધામ ખાતે આદિપુરના એક ફર્નિચર શોરૂમના માલિકના પુત્રની કથિત ભૂમિકા વાળી ભાવિશા નામની યુવતીની આત્મહત્યાની ઘટના બાદ આ ઘટના પણ હત્યાની હોવાની આશંકાના પગલે સિંધી સમાજમાં ચકચાર મચી ગઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અહેવાલનો અસર : સોના ચાંદી અને નકલી નોટોના રેકેટ ચલાવનાર ગેંગોને કડક ચેતવણી…

Kutch Kanoon And Crime

ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ અને સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા બદલ સાંસદશ્રી વિનોદ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો

Kutch Kanoon And Crime

પોલિયોગ્રસ્ત દિવ્યાંગ યુવાન સ્વબળે અદાણી પોર્ટમાં કાર્ગોના અવર-જવર ઉપર કોમ્પ્યુટર પર વે-બ્રીજ ઓપરેટર તરીકે સુપેરે ફરજ બજાવી રોજગારી મેળવે છે

Kutch Kanoon And Crime

Leave a comment