કોરોનાકાળ વચ્ચે ભુજમાં આવેલી જિલ્લાની એકમાત્ર જી.કે. જનરલ હોસ્પિટલની 400 બેડની કોરોના દર્દીઓની ઑક્સિજન પથારીઓ ફૂલ થઈ જતાં હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારોને બંધ કરી દેવાયાં છે. હવે તો પ્રજા જાગે અને આક્ષેપ બાજીઓ અને ધરણાઓ કરવા કરતા હવે પોતાની સાર સાંભળ કેમ લઇ શકીએ તેના તરફ ધ્યાન દે. કોરોના કાળના અત્યારના નિયમો ભલે આપણને અજીબ લાગતા હોય પરંતુ કતપુતળીની જેમ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ પછી મુખ્યમંત્રી, સાંસદ કે ધારાસભ્યશ્રીઓ દરેકે દરેક પ્રજા પ્રતિનિધિ ફક્ત અને ફક્ત ઉપલી ઓર્ડર જ માને છે પ્રજા કેટલી દુઃખી છે તે કોઈ જાણવા આવતું નથી. અત્યારે કોઇએ પણ રાજકારણ કરવા કરતાં અને હાઉસ ફૂલ થયેલી હોસ્પિટલોને ઘેરવા કરતા પોત પોતાના સમાજના માધ્યમથી તંત્રને મદદ કરે. બાકી હોસ્પિટલો કે સરકાર ફેલ ગઈ છે કે નથી ગઈ તેવી આક્ષેપ બાજી કરવાથી કશું હાથ લાગશે નહિ. અત્યારે કોરોનાથી કણસતા દર્દીઓને આપણે કઈ રીતે મદદરૂપ બની સકીસુ તેના તરફ ધ્યાન આપો. બાકી હોસ્પિટલમાં 400 બેડની સુવિધાઓ હોય અને તેની સામે 800 દર્દી આવી જાય તો સ્વભાવિક છે ફૂલ થવાની જ છે એ પણ વિચારવું જોઈએ. હવે રાજનેતાઓ સાંસદ, ધારાસભ્યશ્રી કે નગરપાલિકા કે ગામડાંઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના ફાર્મ હાઉસમાં કોવિડ સેન્ટરો ચાલુ કરે તેવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે. શાંતીથી અને સમજથી કામ લઈશુ તો કોરોના સામેનું વૈસ્વિક જંગ આપણે જીતી સકીસુ. હવે રાજકારણ બંધ કરીને ખભેથી ખભો મિલાવી કોરોનાને માત આપીએ એવી અપીલ અમેં પણ કરી રહ્યા છીએ.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334