ગરીબોના ‘ઘઉં કાંડ’ હાલ કચ્છમાં અને થોડું ઘણું ગુજરાતમાં પણ ગાજી રહ્યું છે તે ‘ઘઉં કાંડ’માં ખાખી, ખાદી અને એની વચ્ચે “વા” ક્યાં બાત હે ની “જીદ” પકડી બેઠેલ ચોથી જાગીરના અમુક તટસ્થ અને નિષ્ઠાવાન કલમ પ્રેમીઓ ઘઉં કાંડ ખુલ્લું થાય અને ગરીબોને ન્યાય મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે તો અમુક કલમ પ્રેમીઓ હર હંમેશા મેડ પડ્યો તો “વા” કરવાની અને મેડ ન પડ્યો તો ખુલ્લું કરવાની “જીદ” પકડી બેઠેલાઓની કલમએ પણ હવે આ ‘ઘઉં કાંડ’માં ક્યાંકને ક્યાંક કોઈ તો ઘરના લોટનો મેડ પાડી લીધો છે ત્યારે જ ગરીબોના ઘઉં પણ ગરીબોના ઘરે પહોંચે તે પહેલા ખાદી, ખાખી અને ચોથી જાગીરની મિલી ભગત થકી ચક્કીમાં દરાઈ ગયા અને પૈસાના રૂપમાં બેંકોમાં કે પ્રસંગોમાં વપરાઈ ગયા. આ ‘ઘઉં કાંડ’ માં એક પત્રકાર વચેટિયા મારફત માહિતી મળતાં ભુજથી બાઈક લઈ 20 તારીખના માંડવી જઈ સાંજના 4 વાગ્યે અધિકારીને ફોન કરીને પૂછ્યું કે, સાહેબ આવી વાતો સંભળાઈ રહી છે શું છે હકીકત તો સાહેબ બોલ્યા ના ભાઈ એવું કાઈ નથી અને અમે તો બંદોબસ્તમાં છીએ, ત્યારબાદ પત્રકારે સાહેબના સાથીદાર કહો કે ભાગીદાર તેને પૂછ્યું કે મોટા ભાઈ આવી વાત સંભડાઈ રહી છે ત્યારે સામેથી રિપ્લે આવ્યો કે, એવું કહી નથી પણ આવો તમે આપને ક્યાંક “ચા’ પીએ એ પત્રકારે કહ્યું હા મળીયે ચાલો થોડીવાર પછી પત્રકાર બાઈકથી ઢીંઢ ગામમાં પહોંચી ગયો અને અચાનક વચ્ચે કોઈ આવી ગયું અને પત્રકારની બાઈક પડતા પડતા બચી ગઈ અને પત્રકારના મોઢામાંથી બૂમ નીકળી “આ” અને “સીફ” તતા પૂર્વક બાઈક થોભી નાખી, ત્યાં તેને બે શખ્સો મળ્યા જે શખ્સોમાં એક યુવાન અને એક પોતાને અગ્રણી કહેતા શખ્સે કહ્યું કે, હવે કઈ નથી અહી બધું પતી ગયું છે વાત અહી ન અટકી થોડી વાતચીતમાં એવું લાગ્યું કે, હવે લગભગ કંઈ નીકળશે એ નક્કી છે તો ત્યાં આવેલા બે શખ્સોમાના એક યુવાન શખ્સે બહાર મેન હાઇવે પર આવી ચાય પીવા જણાવ્યું ત્યાં ચા પીતા હતા તેવામાં શખ્સે કહ્યું કે તમે જેના માટે આવ્યા છો એ તમને આખી હકીકત એક ભાઈ આવે છે તે બધું સાચું કહી દેશે, અને એ ભાઈ ત્યાંથી આવું છું કહી નીકળી ગયા અને ત્રણેક કલાકની રાહ જોયા બાદ એજ યુવાન શખ્સ ફરી પાછો એજ હોટેલ પર આવ્યો અને જોયું તો બિચારો પત્રકાર તો હકીકત જાણવા આતુર હતો અને હોટેલના અંધારામાં મચ્છરો કરડતા હતા ત્યાંજ બેઠો હતો, હવે એ યુવાન શખ્સ સમજી ગયો કે આ પત્રકાર “વા” કરવા વાળો નથી આણે તો “જીદ” પકડી છે સાચું બહાર લાવશે જ, જેમ તેમ કરી એ ઢીંઢનો યુવાન શખ્સ બહાનો બનાવી ચાલ્યો ગયો. ત્યાર બાદ થોડું સમય એજ હોટેલ બેઠેલા પત્રકારને સાહેબના સાથીદાર કે ભાગીદારનો ફોન આવ્યો અને બગીચાની જગ્યા પર ચા ઠંડો પીવા બોલાવવામાં આવ્યો, સારી વાત છે કોઈ માન સન્માન સાથે ચા ઠંડાનું આગ્રહ કરે તો ના નજ કહેવાય, માન તો જાળવવું પડે. ત્યાં પહોંચતા એક ધોળા કલરની માફ કરજો “વાઇટ” કલરની કાર જેમાં ફૂલ એસી સાથે બેઠેલા એક મિત્ર કહો કે, પોલીસ પ્રજાનું મિત્ર છે તે સમજો એ શખ્સે લીંબુ સરબત પીવડાવ્યું અને કારમાં ફૂલ એસી ચાલુ કરી નાખી, વાત તો ત્યારે સમજાઈ કે, અમુકને તો નવી નકોર કારમાં ફૂલ એસી ચાલુ હોય ને પશીના નીકળી જતા હોય છે. હવે પશીનો મહેનતનો ત નજ નીકળ્યો હસે..? જે થયું તે જોગાનું જોગ પત્રકાર અને કારમાં બેઠેલા શખ્સ જૂના મિત્ર નીકળ્યા, તેમ છતાં પણ એ મહાશય પાસે કાર આવી ગઈ હસે તો મિત્રતા પણ ન નિભાવી, ત્યારે એક કહેવત યાદ આવી ગઈ, “નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” એવું તાલ થયું કાર આવે તો કારનામાં પણ વધી જાય. છેવટે ઘઉં કાંડની સાચી હકીકત હોવા છતાં કોઈ મોઢું ખોલવા તૈયાર નોતું. એની વચ્ચે મોકો મળે ત્યારે “વા” કરવાની અને મોકો ન મળે તો ઉતારી પાડવાની “જીદ” પકડી બેઠેલા મહાશય ફોન દ્વારાખ ખાખિધારીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી કે તમે પૈસા લીધા છે. ત્યારે આખું પ્રકરણ બહાર લાવવા નિસ્વાર્થ ભાવે સ્ટોરી માટે બાઈકથી ગયેલા પત્રકારે ઓનલાઇન રજિસ્ટ્રેડ સાઈટ પર રાત્રીના 12 ના ટકોરે અપલોડ કરી નાખી. પછી શું જે જે મેળ પાડવા વાળા “વા” ના સમય પર “વા”ની “જીદ” કરતા હતા તેઓ બીજા દિવસથી તોડી નાખું ફોડી નાખુંના ફૂંફાડા મારતા મારતા બે ચાર દિવસ આખા કચ્છને હચ મચાવી નાખ્યો. જે તે સમય એમ હતું કે ચાલો કોઈ તો છે ગરીબોના સાથે પણ પછી એ તોડી નાખું ફોડી નાખુના ફૂંફાડાનું અચાનક ફિયુસ ઉડી ગયું. બાકી ધન્ય છે એવા પત્રકારોને જેણે પોતાનું જમિર નથી વેચ્યું. હજી પણ આ પ્રકરણ ખૂલે અને ગરીબોને ન્યાય મળે ગુનેગારોને સજા થાય તેના માટે અહેવાલો પ્રકાશિત કરી રહ્યા છે. ધન્ય છે આવા પત્રકારોને જેણે સાચું લખવાની હિમ્મત નથી હારી. આગામી દિવસોમાં ગરીબોના ઘઉં કોણ અને કેવી રીતે ક્યાં વાહન મારફતે ક્યારે કઈ કઈ જગ્યા જાય છે તેનું આખે આખું અહેવાલ કચ્છની પ્રજા સમક્ષ આવશે.
(ઘઉં કાંડ ભાગ – 3)
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334