આજે ભુજ હોટલ ઈલાર્ક ખાતે ઇન્નરવિલ ક્લબ ભૂજ ઓફ ફ્લેમિંગો ગ્રુપ દ્વારા શિયાળા વસાણા કોમ્પિટિશન સાથે સાથે મહિલાઓ માટે જાગૃતિ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં શિયાળાના વસાણા કોમ્પિટિશન રાખવામાં આવેલ હતો જેમાં આવનારા ગ્રુપના સભ્યોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ ભુજ પોલીસની વીરાંગના અને હવે C/team તરીકે નિમણૂક થયેલ મહિલા પોલીસ કર્મચારીઓને અતિથિ વિશેષ પદે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિતિ ટીમના સભ્યો દ્વારા મહિલાઓ માટેના અગત્યના કાનૂની ફાયદાઓ અને મુંઝવણ થતા સવાલોની આપલે કરવામાં આવી હતી. આ આયોજન ઇન્નરવિલ ક્લબ ભૂજ ઓફ ફ્લેમીંગોના રચનાબેન શાહ કરવામાં આવ્યું હતું જેમાં ક્લબના તમામે તમામેં મેમ્બરો હારજ રહ્યા હતા. ખાસ ઉપસ્થિતોમાં C/team ટીમના હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈ જેઓએ જણાવેલ કે અમારી ટીમ કેવી કામગીરી કરે છે તે વિશે જાણકારી આપી હતી. કોન્સ્ટેબલ જશોદાબેન ધ્રાંગી, અલકાબેન વસાવા, જયશ્રીબેન પ્રેમદાસ સાધુ, રમીલાબેન શાહુ, ગાયત્રીબેન બારોટ, ભાવનાબેન બરાડીયા, રમીલાબેન એચ. ચૌધરી હાજર રહ્યા હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334