Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

અબડાસાના મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા

૧૮ પેકટ પેકિંગ વાળા અને બે ખુલેલા પેકેટ જખૌ મરીન પોલીસે કબજે કર્યા

અબડાસા અને લખપતના દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં છેલ્લા દોઢ વર્ષથી મળી આવતા ચરસના પેકેટ મળી આવવાની અવિરત ઘટનાને ચાલુ રાખતી વધુ એક ઘટનામાં અબડાસાના મોટી સિંધોડી પિંગલેશ્વર દરિયા કિનારેથી વિતેલા ૨૪ કલાક દરમિયાન વધુ ૨૦ ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે એ પૈકી ૧૮ પેકેટ સંપૂર્ણ પેકેજીંગ સાથે છે જ્યારે 2 ખુલેલા પેકેટ મળ્યા છે છેલ્લો આંક ૧૮ કરોડથી વધુ થવા જાય છે. શેખરાણપીર ટાપુ વિસ્તારમાંથી એક બાંગ્લાદેશીને શંકાસ્પદ હિલચાલ કરતા ઝડપી લેવાની સાથે જ આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ સતત મળી રહ્યા છે વિતેલા ૨૪ કલાકમાં 20 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે. આ અંગે જખૌ મરીન પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરાઇ છે. સતત આ વિસ્તારમાંથી મળી આવતાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટો મળી આવવાનું સતત ચાલુ રહ્યું છે તેમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કુલ મળીને લગભગ ૨૫ થી વધુ પેકેટો બિનવારસી હાલતમાં મળ્યા છે ત્યારે આ વિસ્તારમાં ફરી એક વખત બીએસએફ મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ વગેરેની સંયુક્ત ટીમ બનાવીને ઓપરેશન હાથ ધરવાની જરૂર છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

Kutch Kanoon And Crime

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

ભુજ લોહાણા મહાજનના સેવાભાવી અને અનમ ગ્રુપના માલિક પરેશ અનમની રહસ્યમય આત્મહત્યા

Leave a comment