Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandviSpecial Story

માંડવી તાલુકામાં સરકારી “ઘઉંકાંડ” પગ કરી રહ્યા છે : પાંચ આંકડામાં વ્યવહાર પણ થાય છે..?

સસ્તા અનાજની દુકાનોમાં મળતા ઘઉં માંડવી તાલુકામાં આવેલી અમુક સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી પગ કરી રહ્યા છે જે છેલ્લા બે એક મહિનાથી “ઘઉકાંડ” ધીમે ધીમે ગુંજી રહ્યું છે. સરકાર દ્વારા ગરીબોને અપાતા ઘઉં અને સસ્તા અનાજની દુકાનોમાં અપાતી ચીજવસ્તુઓમાં ઘઉં ધીમે ધીમે પગ કરી રહ્યા છે તેવી હવા તપાસ તંત્ર સુધી પહોંચી છે. પણ તપાસ તંત્ર ધોળા દિવસે પણ કશું જાણતું ન હોય તેવા ડોળ કરી રહ્યું છે. અમારી ટીમને માહિતી મળતા આજે અમારી ટીમ દ્વારા સ્થાનિક ગામડાઓની મુલાકાત લીધી હતી જ્યા એવું જાણવા મળ્યું કે, માંડવી તાલુકામાં આવેલ અમુક સરકારી સસ્તા અનાજની દુકાનોમાં મળતા ગરીબોના “ઘઉં” પગ કરવા લાગ્યા છે અને તાલુકાની આસ પાસ પાંચેક કિલોમીટરના દાયરામાં “લોટ” ના સ્વરૂપમાં માર્કેટમાં વેંચાઈ રહ્યા છે. ટીમ દ્વારા વધુ તપાસ કરાતા ગામડાઓમાં ઓટલે બેઠેલા અને સાચું બોલી દેતા લોકોના લોકમુખે એવું પણ જાણવા મળ્યું હતું કે, પુરવઠા અધિકારીઓ અહી તપાસ કરે તો જિલ્લાનું સૌથી મોટું “ઘઉંકાંડ” બહાર આવે તેમ છે. તો અમુક લોકો તો સાચું કહેતા કહેતા એવું પણ કહી દીધું હતું કે, થોડા સમય અગાઉ માંડવી તાલુકામાં “ઘઉકાંડ” પકડાયું હતું પણ પાંચેક આંકડાના શબ્દોમાં શાંત થઈ ગયું હતું. પાંચ આંકડાના શબ્દો એટલે “તપાસ નીલ” હવે કોણે તપાસ કરી..? ક્યાં તંત્ર દ્વારા તપાસ થઈ..? કઈ વાડી કે ખેતરમાં..? ક્યાં રોડ રસ્તે વાહન ઉભુ રખાવી તપાસ કરાઇ..? “ઘઉં” વેચનાર, ખરીદનાર અને વચેટિયા પર ક્યો તંત્ર દયાળુ થયો તેવા સવાલો થવા લાગ્યા છે. કોરોના કપરા કાળમાં સરકાર દ્વારા ગરીબોને મુફતમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું જે અનાજ “ઘઉં” માંડવી તાલુકાની અમુક સસ્તા અનાજની શોપમાંથી પગ કરવા લાગ્યા છે . ટુંક સમયમાં કચ્છમાં સૌથી મોટું સરકારી “ઘઉકાંડ” ઉજાગર થાય તેવી ચર્ચા માંડવી તાલુકામાં થવા લાગી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં બકરી ઈદની ભવ્ય ઉજવણી : ભુજની મુખ્ય ઈદગાહ પર ભાઈચારો અને કોમી એકતાનો અનોખો સંદેશ…

માનકુવા પોલિસે વધુ એક લગ્ન પ્રસંગ સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરી

બંધાણીઓના મોઢામાં પાણી : અદિપુરમાં પોતાના ઘરમાં સિગારેટ વેંચતા પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં

Kutch Kanoon And Crime

Leave a comment