સામાજિક ન્યાય પખવાડિયુ કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રેશનિંગની દુકાનની મુલાકાત લીધી હતી અને લાભાર્થીઓને કુમકુમ તિલક કરી કોવિદ દરમ્યાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મળેલ અન્ન સહાય અંગે ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન પીઠળીયા, ઉપપ્રમુખશ્રી શિલ્પાબેન રંગાણી, મંત્રીશ્રી જયાબેન જોશી, ખજાનચીશ્રી પ્રીતિબેન મોતા, સભ્યશ્રી કનકબા સોઢા, સેજલબા, લીનાબેન ગોર, વૈશાલીબેન પાખરે હાજર રહ્યા હતા.
અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334