Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

જીલ્લાની JIC સેન્ટર ભુજમાં કેદ વધુ એક પાકિસ્તાની કેદીનું મૃત્યું

ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં વધુ એક પાકિસ્તાની નાગરિકનું મોત નીપજતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
JICમાં રહેલાં સૈયદ અબ્દુલ રહીમ નામના 32 વર્ષીય યુવાને શારીરિક બીમારીથી આજે સવારે 10 : 50 કલાકે દમ તોડી દેતા તેનું મૃત્યુ થઇ ગયું છે. JICના A.S.I. શ્રી સોઢા તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે તેને સારવાર તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. જેની મૃત્યુ નીપજ્યું તે સૈયદ અબ્દુલ રહીમ (રહે. બગ્ગા, પાકિસ્તાન) છેલ્લાં દસ વર્ષથી JIC ભુજમાં કેદ હતો. તે 2010માં ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવા બદલ નરા પોલીસે તેની ધરપકડ કરી વિધિ વત ગુનો નોંધી JIC ભુજમાં મોકલી આપાયો હતો. JICના પીઆઈ પી.એચ.લગધીરકાએ જણાવ્યું કે મૃતક જે વખતે ઝડપાયો હતો ત્યારે તેની સારીરીક તપાસણી કરવામાં આવી હતી અને ત્યારથી જ તે માનસિક અસ્વસ્થ જણાતો હતો. તો માનસિક આરોગ્યની હોસ્પિટલમાં અગાઉ તેની સારવાર પણ કરવામાં આવી હતી. સૈયદ અબ્દુલ રહીમ માનસિક અસ્વસ્થતા ઉપરાંત તે ટીબીની બીમારીથી પણ પીડાતો હતો. ઘટના અંગે એક્સિડેન્ટલ ડૅથની નોંધ પાડી ભુજ બી/ડિવિઝન પીઆઈ બી.એમ.વસાવાએ તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત : નિતેશ ગોર 9825842334

Related posts

ક્ચ્છમાં ઓક્સીઝનની અછત વચ્ચે કોરોના સિવાયના ઓચિંતાના સારવાર માટે આવતા પેશન્ટ માટે ઓક્સીઝનની શું વ્યવસ્થા..?

Kutch Kanoon And Crime

બેટી બચાઓ બેટી પઢાઓ – મિશન ખાખી કાર્યક્રમ કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે “મિશન ખાખી”

Kutch Kanoon And Crime

ખીરસરા (કોઠારા)ના ક્ષત્રિય યુવાનની મહિલા મામલે હત્યા : બે પરપ્રાંતીયો સહિત ત્રણની ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment