Kutch Kanoon And Crime
Special StoryGujaratKutchMundra

નહેરુ યુવા કેન્દ્ર મુન્દ્રા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2020 અંતર્ગત કચરા પેટી અર્પણ કરાઈ

15 ડિસેમ્બર 2020 ના રોજ નહેરુ યુવા કેન્દ્ર મુન્દ્રા દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન 2020 અંતર્ગત મુન્દ્રા એસટી ડેપો, બી.એડ કોલેજ તથા કેન્યા એન્ડ એન્કરવાલા & સી.એચ શાહ આર્ટસ & કોમર્સ કોલેજ મધ્યે સ્ટાફની હાજરીમાં કચરાપેટી અર્પણ કરવામાં આવ્યું તથા સ્વચ્છતા જાગૃતિ માટેના શપથ લેવડાવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં મુન્દ્રા એસટી ડેપોના મેનેજર શ્રી અરવિંદ બરંડા તથા ડેપોના ATI શ્રી રાજેશ જાદવ તથા ડેપોના કર્મચારીઓ હાજર હતા. મુન્દ્રા બી.એડ કોલેજ ખાતે કોલેજના અધ્યાપક શ્રી કૈલાશ નાંઢાં સાહેબ અને સ્ટાફ ગણ તથા કેન્યા એન્ડ એન્કરવાલા & સી.એચ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી દિપક ખરાળી તથા સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા મુખ્ય ઉદેશ સ્વચ્છતા જાગૃતિ વિષય સાથે સૌને સૂચિત કરવામાં આવ્યા અને સ્વચ્છતા જાગૃતિ અભિયાનના શપથ લેવડાવવામાં આવ્યા. સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારતના વિષયને સફળ બનાવવા કાપડની થેલી નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા નહેરૂ યુવા કેન્દ્રના તાલુકા સંયોજક શ્રી રવિરાજસિંહ જાડેજા તથા શ્રી નારણભાઈ ગઢવી તથા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના તાલુકા સંયોજક શ્રી અજયસિંહ રણજીતસિંહ રાજપૂત તથા યુવા આગેવાન શ્રી જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પોતાના મુન્નાની જેમ ઉછેર્યો છતાં એજ ઘરમાં કંકાસની લહેર ઉભી કરી…

Kutch Kanoon And Crime

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

Kutch Kanoon And Crime

કંઠી પટ વિસ્તારમાં એક પ્રસંગમાં લાખોની ચોરી : પરંતુ મામલો પોલીસ ચોપડે ન ચડયો…!!

Kutch Kanoon And Crime

Leave a comment