Kutch Kanoon And Crime
GujaratBhachauKutchSpecial Story

ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપનીના પ્રાંગણમાં દીવાળીના તહેવાર નિમિતે “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું

કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ વિવિધ થીમ પર રંગોળી બનાવી હતી જેમાં પ્રથમ સ્થાને “ટીમ રેઈન્બો”  દ્વિતીય સ્થાને “ટીમ ડી. આઈ. પી. આર્ટ” અને તૃતીય સ્થાને “ટીમ લાઈટિંગ લાઇવ્સ” અને “ટીમ ખુશી” વચ્ચે ટાઈ થઈ હતી. અહી નોંધનીય છે કે સ્પર્ધામાં કંપનીના કર્મચારીઓની સાથે સાથે તેમના ફેમીલી મેમ્બર્સ અને બાળકોએ પણ બહુ ઉત્સાહથી ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું. પ્રોગ્રામના અંતિમ ચરણમાં વિજેતા ટીમોને કંપની દ્વારા વિવિધ ઈનામ વિતરણ કરી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ કંપનીના એક્સેક્યૂટિવ ડાયરેક્ટર શ્રી શાંતનુ કુમાર નાથ અને એચ. આર. હેડ શ્રી જયવીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ. આ ઉપરાંત, જજ તરીકે શ્રી જયવીરસિંહ જાડેજા, શ્રી નારાયણ સેન અને શ્રી સંતોષ મિત્રાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચ. આર. ડિપાર્ટમેન્ટ ટીમ, દેવ્યાની સોની, આશિષદાન ગઢવી, કરન ઠક્કર, નિતેશ રાય, સત્યનારાયણ લખારા, રિમઝિમ ગુપ્તા, શાંતનુ પાંડે, સુબ્રત સાહુ, કુલદીપસિંહ રાણા, યોગેશ ગજરા, કાળુ ભાઈ, પિયુષભાઈ, મહિપતભાઈ, મનજીભાઈ, વગેરેએ કરી પ્રોગ્રામને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપેલ.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભચાઉના માય ગામે જમાઈની હત્યા કેસમાં આરોપીઓને ઝટકો : સરકારી વકીલ ડી.બી. જોગીની ધારદાર દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

ક્ચ્છમાં ઓક્સીઝનની અછત વચ્ચે કોરોના સિવાયના ઓચિંતાના સારવાર માટે આવતા પેશન્ટ માટે ઓક્સીઝનની શું વ્યવસ્થા..?

Kutch Kanoon And Crime

માંડવી ઢુવા રખાલમાંથી ઝાડીઓમાં લટકતી લાશ મળી આવી : માંડવી પોલીસે તપાસ હાથ ધરી

Kutch Kanoon And Crime

Leave a comment