Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchSpecial Story

આગામી ૨૬’મી જાન્યુઆરીએ દિલ્હી રાજપથ પર પરેડમાં નેવલ NCC કેડેટ કેપ્ટન તરીકે ચેતન ગઢવીની પસંદગી

અબડાસા તાલુકાના મોટી સીંધોડી ગામનું ગૌરવ…

28મીએ 12 દેશના પ્રતિનિધિ સાથેની પ્રધાનમંત્રી NCC પરેડમાં ગુજરાતનું નેતૃત્વ કરશે…

આગામી ૨૬’મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે ગણતંત્ર દિનની રાજપથ પર યોજાનાર પરેડમાં ગુજરાત નેવલ NCC ગાંધીધામનો કેડેટ કેપ્ટન મૂળ મોટી સિંધોડી ગામનો ચેતન પ્રતાપ ગઢવી પસંદગી પામ્યો છે. મોટી સિંધોડી ગામના ગૌરવ એવો ચેતન ગઢવી 26’મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે NCCની પ્રધાનમંત્રી પરેડમાં પણ ગુજરાતનું નેતૃત્વ કરશે આ પરેડમાં ભારત ઉપરાંત 12 દેશના પ્રતિનિધિ ભાગ લેવાના છે. દિલ્હીના રાજપથ પર 12 કિલોમીટર લાંબી પરેડમાં આશરે પાંચ કિલોની રાયફલ સાથે ભાગ લેવાનું હોય છે જેના માટે હાલ 20 કિલોમીટરની પ્રેક્ટિસ કરવી પડે છે કેતન ગઢવી આ પસંદગી પામતા પહેલા તેણે પહેલો કેમ્પ ગાંધીધામમાં કર્યો હતો જ્યાં 10 યુવકોની પસંદગી બાદ પસંદગી પામેલાઆેને વેરાવળ અને જામનગર મોકલાયા હતા જ્યાં ૧૦ પૈકી ત્રણ યુવકોની પસંદગી થઈ હતી જેમને અમદાવાદ ખાતે કેમ્પમાં મોકલાયા બાદ બે અલગ અલગ કેમ્પમાં આ યુવકોએ ભાગ લીધો હતો જેમાંથી ફાઇનલમાં ચેતન ગઢવીની પસંદગી થઇ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના હમીરસર તળાવમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Kutch Kanoon And Crime

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવને કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

ભુજ તાલુકાના સુખપર ગામે યુવાન મહિલાની રહસ્યમય હત્યા કે આત્મહત્યા..?

Kutch Kanoon And Crime

Leave a comment