Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં તરુણની શંકાસ્પદ હત્યા

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના નોખાણિયા ગામનો નિલેશ વાલજી ગાગલ (આહિર) નામનો 16 વર્ષીય તરુણી ભેંસો ચરાવવા સીમમાં ગયા બાદ આજે બપોરે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. નિલેશ નામના તરુણની રહસ્યમય હત્યા કરી દીધી છે આ તરુંણની હત્યા કોણે અને શા માટે કરી છે તે અંગેની વિગતો જાણવા માટે પોલીસે એફએસએલ સહિતની ટુકડીઓ કામે લગાડી દીધી છે આ ઘટના નોખાણિયા સુમરાસર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર સર્જી દીધી છે. જોકે નોખાણીય કુનરિયા ગ્રામ પંચાયતમાં આવતું ગામડું છે. મરણ જનાર તરુણ નીલેશની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરાયાનું સ્પષ્ટ થયું છે અને પ્રાથમિક તબક્કે કોઈ અંગત અદાવતમાં આ હત્યા થયાની શકયતા જોવાઈ રહી છે પશ્ચિમ ક્ચ્છ એસ.પી. નો સંપર્ક કરતા એસ.પી. સૌરભસિંધે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે હત્યા થઈ છે પણ આ હત્યાનું ચૂંટણી લક્ષી કોઈ કારણ નથી. જેથી કોઈ અફવાઓ પર ધ્યાન ન આપે માધાપર પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતા નોખાણીયા ગામમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આરંભી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

Kutch Kanoon And Crime

વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ સાથે ઠાકોરજી ના દશઁન કરી ભાવિકો ભાવવિભોર બન્યા

અંજાર, ભચાઉ અને પશ્ચિમ ક્ચ્છ પોલીસમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપી ઝડપાયા

Leave a comment